સુરત : OLX પર ચીજો વેચતા સમયે સાવધાન, યુવતીને વૉશિંગમશીનની જાહેરાત 52,000માં પડી

સુરત : OLX પર ચીજો વેચતા સમયે સાવધાન, યુવતીને વૉશિંગમશીનની જાહેરાત 52,000માં પડી
પ્રતિકાત્મક તસવીર

સુરતની ગ્રાફિક ડિઝાઇનર યુવતી સાથે થયેલી આ ઠગાઈનો કિસ્સો બોધપાઠ સમાન છે, વાંચો કેવી રીતે ગઠિયાઓ ફસાવે છે જાળમાં

  • Share this:
સલાબતપુરા પીપરડીશેરીમાં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનર યુવતીએ OLX ઉપર વેચવા માટે મુકેલુ ઍલ.જી (LG Washing machine) કંપનીનું વોશીંગ મશીન ખરીદવાને બહાનું કહી તેને પેમેન્ટ ફોન-પે થી કરવાનું કહી મોબાઈલના વોટ્સઅપ ઉપર બારકોડ સ્ટીકર મોકલ્યો હતો જે સ્ટીકરને યુવતીઍ સ્કેન કરવાની સાથે જ તેના ખાતામાંથી રૂપિયા ૫૨ હજર ઉપડી ગયા હતા.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ પીપરડીશેરી સીંધીશેરીમાં રહેતા બોસ્કીબેન ભરતભાઈ મશરૂવાલા (ઉ,.વ.૨૫) પરિવાર સાથે રહે છે અને ઘરેથી જ ગ્રાફિક ડિઝાઈનરનું કામ કરે છે.બોસ્કીબેન રીંગરોડની આઈડીબીઆઈ અને સલાબતપુરાની સુરત પીપલ્સ કો, ઓબેન્કમાં ખાતુ ધરાવે છે. બોસ્કીબેને તેના ઘરનું ઍલ.જી. કંપનીનું વોશીંગ મશીન OLX ઉપર રૂપિયા 4 હજારમાં વેચવા માટે મુક્યું હતું જે જાહેરાત જાઈને ગત તા 15મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યાઍ ફોન કરી વોશીંગ મશીન ખરીદવાની વાત કરી હતી અને તેનું પેમેન્ટ ઓનલાઈન ભરવાનું કહી બોસ્કીબેનને મોબાઈલના વોટ્સઅપ ઉપર ઍક બારકોડ સ્ટીકર મોકલ્યો હતો. અને તેને સ્કેન કરશો તો રૂપિયા ફોન-પેમાં આવી જશે હોવાની વાત કરી બારકોટ સ્ટીકર મોકલ્યો હતો.

આ પણ વાંચો : અહેમદ પટેલ હૉસ્પિટલમાં હલન-ચલન કરતા હતા, અંતિમ દિવસોનો વીડિયો સામે આવ્યો

જે સ્કેન કરવાની સાથે પહેલીવારમાં પીપલ્સ બેન્કના ખાતામાંથી બે હજાર કપાઈ ગયા હતા. બોસ્કીબેને ફોન કરતા ભેજાબાજે ફરીથી બારકોડ સ્ટીકરને બે વાર સ્કેન કરો ખાતામાં પરત પૈસા આવી જશે હોવાનું કહેતા ફરીથી સ્કેન કરતા ખાતામાંથી બીજા રૂપિયા 10 હજાર કપાયા હતા. ભેજાબાજે બોસ્કીબેનને તેના ઉપર વિશ્વાસ રાખો તમારા કપાઈ ગયેલા પૈસા ખાતામાં પરત આવી જશે હોવાનુ કહી વિશ્વાસમાં લઈ પીપલ્સ બેન્કના ખાતામાંથી પાછા પૈસા ભરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  ભાવનગર : પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

જાકે પીપલ્સ બેન્કના ખાતામાં પૈસા ન હોવાથી બોસ્કીબેને આઈડીબીઆઈ બેન્કના ખાતામાંથી ત્રણ તબકક્કામાં 14 હજાર લેખે રૂપિયા 42 હજાર ફોન પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા આ રીતે ભેજાબાજે કુલ રૂપિયા 52 હજાર ખાતામાંથી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. બનાવ અંગે પોલીસે બોસ્કીબેન મશરૂવાલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:November 25, 2020, 16:31 pm

टॉप स्टोरीज