સુરત : Coronaનો કહેર વધ્યો, સાથે મહાનગરપાલિકાની આળસ અને બેદરકારી પણ વધી

સુરત : Coronaનો કહેર વધ્યો, સાથે મહાનગરપાલિકાની આળસ અને બેદરકારી પણ વધી
અનલોક બાદ વધારે કામગીરી કરવાને બદલે કોર્પોરેશનની બેદરકારી વધી

સોસાયટીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરતી નથી, કોરોન્ટાઈન જેવા બોર્ડ લગાવતી નથી. સુરત મહાનગરપાલિકાની આ બેદરકારીના કારણે સોસાયટીના લોકોને જ ખબર નથી કે, સોસાયટીમાં કોરોના પોઝીટીવ છે.

  • Share this:
સુરતમાં કોરોના પોઝીટીવ દર્દી મળ્યા બાદ દર્દીના ઘર કે સોસાયટી અથવા કેમ્પસ બહાર પોઝીટીવ દર્દીની વિગત મુકવામાં પાલિકા તંત્રની આળશ સંક્રમણ વધવારવા માટે કારણભુત બની રહી છે.

સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં સંખ્યાબંધ લોકો પોઝીટીવ આવી રહ્યાં છે પરંતુ, પાલિકા તંત્ર હવે પોઝીટીવ દર્દી મળે તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ દર્દીની માહિતી માટેના બોર્ડ મુકવાની કામગીરી પણ યોગ્ય કરતી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની કામગીરી ન થતાં સોસાયટીમાં પોઝીટીવ વ્યક્તિ હોવાની ખબર એજ સોસાયટીના સભ્યોને પણ ન થતા સંક્રમણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.સુરતમાં એક માસ પહેલા કોરોનાના દર્દી મળતા તો પાલિકા તંત્ર દ્વારા તેના ઘર અને સોસાયટીની બહાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને બોર્ડ લગાવી દેતી હતી. આ ઉપરાંત જે સોસાયટીમાંથી પોઝિટિવ વ્યક્તિ મળી હોય તે સોસાયટીને આખી સેનેટાઈઝ કરી દેતી હતી. જ્યારે લોકો ઘરમાં રહેતાં હતા, ત્યારે સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ વ્યક્તિના ઘર બહાર બોર્ડ લગાવવાની કામગીરી સઘન કરી હતી. પરંતુ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો નોકરી ધંધા માટે બહાર ફરવા લાગ્યા છે, ત્યારે લોકોને સાવચેત રાખવા માટેની પાલિકાની કામગીરી પણ ધીમી થઈ ગઈ છે.

આ પણ વાંચોસુરત News: 24 કલાકમાં 256 case, હવે રાંદેર અને અઠવામાં વધ્યો Corona કહેર, મોતનો આંક 500ને પાર

સુરત પાલિકા તંત્ર પોઝિટિવ દર્દીની વિગત અને સેનેટાઈઝની કામગીરી કરવાનો દાવો કરે છે પરંતુ, તે ખોટો સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પાલ અને પાલનપોર વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી રહ્યાં છે, મહત્વની વાત એ છે કે, આ દર્દીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે, છતાં સોસાયટીના લોકોને જાણ શુધ્ધા નથી થતી.

પાલનપોરના કેટલાક કેમ્પસમાં પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હોવા છતાં પાલિકા તંત્રએ હજી સુધી સોસાયટીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી નથી. આટલું જ નહીં પરંતુ પોઝીટીવ વ્યક્તિ મળ્યા હોય તેના ઘર કે કેમ્પસ બહાર પોઝિટિવ વ્યક્તિ છે કે, કોરોન્ટાઈન જેવા બોર્ડ લગાવવાની પણ તસ્દી લીધી નથી. સુરત મહાનગરપાલિકાની આ બેદકારીના કારણે સોસાયટીના લોકોને જ ખબર નથી કે, સોસાયટીમાં કોરોના પોઝીટીવ છે. આવી સ્થિતિ હોવાના કારણે લોકો પણ બેદરકાર થઈ રહ્યાં છે અને તેના કારણે કોરોનું સંક્રમણ વધી જાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.
Published by:kiran mehta
First published:July 24, 2020, 18:04 pm