સુરત : 5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો લોકડાઉનમાં બેકાર થયેલા યુવાનોએ કેવી રીતે માસ્ટર પ્લાન ઘડ્યો


Updated: July 7, 2020, 10:22 PM IST
સુરત : 5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો લોકડાઉનમાં બેકાર થયેલા યુવાનોએ કેવી રીતે માસ્ટર પ્લાન ઘડ્યો
લૂંટ ચલાવનાર આરોપી

પકડાયેલા આરોપીમાંથી એક સુરત સીટી બસનો કંડકટર તો બીજો હતો ટેમ્પો ચાલક.

  • Share this:
સુરત લીંબાયત વિસ્તારમાં આવેલા ગોદાદરા વિસ્તારમાં CNG પંપના મેનેજર પાસેથી 5 લાખ 27 હજારની લૂંટ કરનાર બે લૂંટારુંને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીમાંથી એક સુરત સીટી બસનો કંડકટર તો બીજો હતો ટેમ્પો ચાલક. લોકડાઉનમાં કામ ધંધા છૂટી જતા શોર્ટકર્ટથી રૂપિયા કમાવા ગેંગ બનાવી બનાવ્યો હતો લૂંટનો માસ્ટર પ્લાન.

ગત 29મી એ લીંબાયત વિસ્તારમાં આવેલા શ્રીજી CNG પંપના મેનેજર ભરત ભાઈ બેન્ક બંધ હોવાથી 3 દિવસનું રૂપિયાનું કલેકશન પાંચ લાખ સત્તાવીસ હજાર રૂપિયા લઈ બેંકમાં ભરવા જતા હતા ત્યારે પંપ નજીક થોડેક દુર જતા જ ચાર ઈસમો બે મોટર સાયકલ લઈ આવ્યા અને ભરતભાઈને આંતરી તેની પાસે રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે પોલીસને પેહલા તો આ વાત ટેક્નિકલ લાગી પણ ત્યાં જ લાગેલા સીસીટીવી તપાસ કરતા ચાર ઈસમો રૂપિયા ભરેલી બેગ લઈ જતા સીસીટીવીમાં નજરે દેખાયા હતા, ત્યાં જ સુરત પોલીસ સહિત સુરત ક્રાઇમબ્રાન્ચ અને SOGની ટિમ હરકતમાં આવી અને લૂંટારુંઓને શોધવા તજ વીજ હાથ ધરી. ત્યારે પોલીસને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, જે સીસીટીવીમાં દેખાતા વ્યક્તિને શોધવામાં આવી રહ્યા છે, તે લીંબાયત વિસ્તારમાં જ ફરી રહ્યા છે.

પોલીસે બાતમીની ખરાઈ કરી બંને આરોપીને ઝડપી લીધા પકડાયેલા આરોપી પાસેથી પોલીસે લૂંટેલા રૂપિયામાંથી એક લાખ એકાવન હજાર પણ કબજે કર્યા, સાથે જ રેમ્બો છરા ચપ્પુ જેવા ઘાતક હથિયાર પણ કબ્જે લીધા.

પોલીસ અનુસાર, પકડાયેલા આરોપીમાં ભટતું ઉર્ફ રાજ ચૌધરી, સુરત સીટી બસનો કંડકટર હતો અને ભગવાન પાટીલ, ટેમ્પો ડ્રાઈવર હતો. તો લૂંટની ટીપ આપનાર સાગર ભોઈ સહિત અન્ય બે ઈસમો પણ લૂંટમાં સામેલ હતા.

પોલીસ પકડમાં ઉભેલા બંને આરોપીએ કબ્લ્યુ હતું કે, લોકડાઉનમાં કામ ધંધા બંધ થઈ જવાથી તેઓએ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, તેઓ ચાર આરોપી અને એક ટીપ આપનાર ટીપર સાથે આ CNG પંપના મેનેજર ને લૂંટવાનું કારસ્તાન રચ્યું હતું. જેમાં ટીપ આપનાર સાગર ભોઈ આગાવ પણ લૂંટ ચોરી જેવા ગુનાને અંજામ આપી ચુક્યો છે.તેણે આ મેનેજર પર નજર રાખી હતી કે, મેનેજર ક્યારે વધુ રૂપિયા લઈ નીકળે છે, ત્રણ દિવસ બેંક બંધ હોવાથી આ ટીપર સાગર ભોઈએ તેના ચાર મિત્રોને કહ્યું કે, આજે જ લૂંટ કરવાની છે કેમ કે આજે મેનેજર લાખો રૂપિયા લઈ નીકળવાનો છે. બસ આટલું કેહતા ચાર લૂંટારું ફિલ્ડિંગ ગોઠવી મેનેજરને લૂંટી લીધો. લૂંટનો હિસ્સો તમામમાં બરાબર વેચવાનો હતો, ત્યારે સાગર ભોઈને 35 હજાર લૂંટમાં કમિશન આપ્યુ હતું.

હાલ તો લીંબાયત પોલીસે ગણતરીના દિવસોમાં જ મોટી લૂંટનો ભેદ ઉકલી આરોપીને ઝડપી લઈ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે સૂત્રો મુજબ અન્ય બે આરોપીની પણ લીબાયત પોલીસએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: July 7, 2020, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading