સુરત : તાપીના પાળેથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું, હત્યાનો ગુનો નોંધાયો

સુરત : તાપીના પાળેથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું, હત્યાનો ગુનો નોંધાયો
પ્રતીકાત્મક તસવીર

તાપી નદીના પાળા પાસેથી 13 દિવસ પહેલા યુવકની લાશ મળી હતી જેમાં પોલીસે  હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં આ આ યુવકનું નામઠામ સહિતની વિગતો સામે આવી

  • Share this:
તાપી નદીના પાળા પાસેથી 13 દિવસ પહેલા યુવકની લાશ મળી હતી જેમાં પોલીસે  હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં આ આ યુવકનું નામ સંદિપ સોનવણે હોવાનું બહાર આવ્યું હતું. અને સંદિપ સોનવણેને માથા સહિત શરીરના ભાગે હથીયારથી મારમાર્યો હતો. સંદિપ ઘરેથી નિકળી ગયા બાદ પાંચ દિવસ પછી તેની લાશ મળી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમરોલી ઈન્દીરાનગર નવા હળપતિવાય પાછળ તાપી નદીના પાળા પાસેથી 13 દિવસ પહેલા મળી આવેલ કતારગામના યુવકની લાશ પ્રકરણમાં પોલીસે ગઈકાલે પીઍમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કતારગામ ધનમોરા મગનનગર-૨ મહાદેવ ઍપાર્ટમેન્ટમાં રહેતા સંદિપ ભરતભાઈ સોનવણે (ઉ,વ.35)ની ગત તા 13મીના રોજ સાંજે પાંચ વાગ્યે અમરોલી ઈન્દીરાનગર નજીક નવા હળપતિવાસ પાછળ તાપી નદીના પાળાની પાછળથી લાશ મળી આવી હતી. બનાવ અંગે જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સંદિપભાઈના મૃતદેહને  પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી  આપ્યો હતો.આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો

દરમિયાન ગઈકાલે પીઍમ રિપોર્ટ આવ્યો હતો જેમાં તેને કોઈ હથીયારથી માથા અને શરીરના ભાગે ઢોર મારમાર્યો હોવાનુ બહાર આવતા પોલીસે તેના ભાઈ પ્રદિપ સોનવણેની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંદિપ પહેલા કડીયા મજુરી કામ કરતો હતો. ઍક અઠવાડિયા પહેલા તેને મેલેરિયા થયો હતો. સંદિપ ઘરેથી નિકળ્યાના પાંચ દિવસ પછી તેની નગન્ અવસ્થામાં લાશ મળી હતી.

આ પણ વાંચો :  સુરત : ચાની કીટલી બહાર યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાવરો ફરાર

આ પહેલા પણ સંદિપ દિવાળીના સમયે ઘરેથી કોઈને પણ ક્હ્ના વગર નિકળી ગયો હતો અને થોડા દિવસ બાદ પરત ઘરે આવી ગયો હોવાથી પાછો ઘરે આવી જશે ઍમ સમજીને તેના ભાઈઓ સહિત પરિવારે શોધખોળ કરી ન હતી. સંદિપને પહેલા તાપી નદી કિનારે વોલીબોલ રમતા છોકરાઓ નદીમાંથી બહાર કાઢી સાઈટ પર બેસાડ્યો હતો તે વખતે પણ તે નગ્ન અવસ્થામાં હોવાથી છોકરાઓઍ તેને પેન્ટ પણ પહેરવા માટે આપ્યું હતુ.
Published by:Jay Mishra
First published:April 26, 2021, 19:10 pm

ટૉપ ન્યૂઝ