સુરત (Surat) શહેરના પોલીસ મથકોમાં આજકાલ ફિલ્મી કહાણીઓ જેવા કેસ દાખલ થઈ રહ્યા છે. શહેરમાં ફિલ્મી કહાણીઓથી પ્રેરાઈને બનતા ગુના કહો કે પછી ગુનાઓમાંથી મળી આવતી ફિલ્મી કહાણી કહો પરંતુ કેસની વિગતો જોતા અચરજ થાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દરમિયાન આવો જ એક ફિલ્મી કિસ્સાનો ગુનો શહેરના સાયબર ક્રાઇમ (Cyber crime) પોલીસ મથકમાં નોંધાયો છે. આ કિસ્સામાં મહિલાને એક યુવક સાથે પ્રેમ થયો હતો જોકે આ યુવાન એક ગુનામાં અમદાવાદ (Ahmedabad) ખાતે જેલમાં હતા ત્યારે તેને જેલની બહાર આવવા માટે રૂપિયાની આર્થિક મદદ કરી હતી અને બહાર આવિયા બાદ પોતાના દીકરાના લગન માટે રૂપિયા માંગતા આ યુવાન દ્વારા મહિલાના અંગત ફોટા વાઇરલ કરતા મહિલા એ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી આધેડ મહિલાના ફોટા બિભત્સ (Nast Images) લખાણ સાથે વાયરલ કરવાની ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગરના બેકાર પ્રેમીની ધરપકડ (Lover Arrested)કરી છે. આ પ્રેમી વર્ષ 2017થી આ કામના આરોપી રોહિત જેઠાભાઇ પરમારનાએ ફરિયાદીના ઘરે ભાડેથી રહેતો હતો તે દરમિયાન ફરીયાદી સાથે મિત્રતા કેળવી પ્રેમ સબંધ હોવાનું જણાવી ફરીયાદીને વીડિયો કોલ (Video call) કરતો હતો અને બીભત્સ હરકતો કરાવતો હતો.
તે વખતે તેણે તેના મોબાઇલ ફોનમાં વીડિયો કોલના સ્ક્રીન શોટ લઇ લીધેલ હતા . તેમજ ફરીયાદીના બીજા બીભત્સ (photographs) ફોટોગ્રાફ પાડ્યા હતા રોહીતકુમાર ઉર્ફે રાહુલ જેઠાભાઇ પરમાર અગાઉ સુરત શહેર કાપોદ્રા પો.સ્ટેમાં પ્રોહીબિશન (Prohibition act) એકટ મુજબના કામે તથા અમદાવાદ શહેર નારોલ પોલીસ સ્ટેશનમાં અપરહરણના ગુનામાં દિન -07 સુધી સાબરમતી જેલમાં રહી ચુક્યો છે.
આ આરોપીની પૂછપરછ કરતા ફરિયાદીએ તેને સાબરમતી જેલમાં (Sabarmati) હતો ત્યારે જેલમાંથી છોડાવવા રૂપિયાની મદદ કરી હતી. તે દરમ્યાન એકબીજા સાથે પ્રેમ થઇ ગયેલ અને ભેગા રહેતા હોય અને લોકડાઉન (Lockdown) દરમ્યાન પોતે બેકાર હોવાથી ગામમાં આવી ગયો હતો અને હાલ ફરીયાદીએ તેના દિકરાના લગ્ન કરવાના હોવાથી રૂપિયાની માંગણી કરી હતી. તેમજ ફરીયાદીની જાણ બહાર અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
જે બાબતે ફરીયાદી મહિલાને ખબર પડી જતા મહિલાએએ પોલીસ કેસ કરી જેલમાં મોકલવાની વાત કરી હતી. જે બાબતે આરોપીને મન દુ:ખ લાગતા બદનામ કરવાના ઇરાદે આજથી 15 દિવસ પહેલા વોટ્સએપ દ્વારા ફરીયાદી મહિલાના છોકરાને તથા સગા સંબંધીઓને તેમજ ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેમાં ફરીયાદીના બીભત્સ ફોટોગ્રાફ મુકી તેમાં બીભત્સ લખાણ લખી વાયરલ કરવાની ધમકી આપી હતી.
ધરપકડ કરાયેલા યુવકે આ કાંડ કર્યુ હોવાની કબુલાત કરી છે .આ અંગે મહિલાએ ગતરોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ટેકનીકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આજરોજ રોહિતકુમાર ઉર્ફે રાહુલ જેઠાભાઇ પરમાર ની ધરપકડ કરી હતી.