સુરત : પરસ્ત્રીના પ્રેમમાં મોહિત પતિએ 8 લાખનું દેવું કર્યુ, પત્નીને પૈસા માટે ત્રાસ આપતા પોલીસ ફરિયાદ


Updated: September 26, 2020, 11:39 AM IST
સુરત : પરસ્ત્રીના પ્રેમમાં મોહિત પતિએ 8 લાખનું દેવું કર્યુ, પત્નીને પૈસા માટે ત્રાસ આપતા પોલીસ ફરિયાદ
પત્ની-પત્ની અને પ્રેમિકાનો કિસ્સો : પતિએ પ્રેમિકાની પાછળ ગાંડાની જેમ રૂપિયા વાપર્યા, દેવાદાર થઈ જતા પત્નીને પિયરમાંથી પૈસા લાવવા કરતો હતો દબાણ

પત્ની-પત્ની અને પ્રેમિકાનો કિસ્સો : પતિએ પ્રેમિકાની પાછળ ગાંડાની જેમ રૂપિયા વાપર્યા, દેવાદાર થઈ જતા પત્નીને પિયરમાંથી પૈસા લાવવા કરતો હતો દબાણ

  • Share this:
સુરતમાં એક (Surat) પ્રેમિકા પાછળ  (Lover)લાખો રૂપિયા પ્રેમીએ ખર્ચી નાખ્યા જેને લઈને પ્રેમીના માથે લખો રૂપિયાનું દેવું થઇ ગયું હતું. જોકે દેવાના રૂપિયાને લઈને અવાર નવાર પત્નીને (Wife) ત્રાસ આપવા સાથે પીયરથી રૂપિયા લાવા માટે પતિ દબાણ (Harassment for money) કરતો હતો. એટલું જ નહીં પરંતૂુ સુસાઇડ (Suicide note) નોટ લખીને આપઘાતની (Threat of suicide) ધમકી આપતા પતિ અને સાસરિયા વિરુદ્ધ પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ (Police complain) નોંધાવી છે. સુરતમાં એક પતિ પત્ની અને વોની એક પ્રેમ કહાની સામે આવી છે. જેમાં સુરત ઉતરાણ ખાતે રહેતી યુવતીના લગ્ન  જાન્યુઆરી 2019ના રોજ  મૂળ ભાવનગર ના અને હાલમાં સુરત ખાતે રહેતા    વિવેક ઇતેશ ભટ્ટ  સાથે પરિવારની મરજીથી થયા હતા.

જોકે યુવતી લગ્નમાં સોના ચાંદીના (Gold-silver) દાગીના સાથે પાંચ લાખ રૂપિયા રોકડા લઇને આવી હતી. જોકે યુવતી લગ્ન કરી આવતા પહેલાં 3 મહિના પરિવારે યુવતીને ખુબજ પ્રેમથી રાખી હતી. પણ લગ્નના 3 મહિના બાદ યુવતીને ખબર પડી હતી કે તેના પતિના કોઈ પર સ્ત્રી સાથે છેલ્લા ચાર માસથી પ્રેમ સંબંધ છે અને આ પ્રેમિકા પાછળ તેના પતિ વિવેકે લખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે.

આ પણ વાંચો :  સુરત : HTC કાપડ માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી, લેભાગુ વેપારીઓ માલ લઈ ગાયબ

જેને લઈને આ યુવતીના પતિના માથે 8 લાખ કરતા વધુનું દેવું છે. જોકે યુવતીને આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા તેણે તેના સાસુ સસરાને કહેતા સમગ્ર વાતથી તેઓ જાણકાર હોવા છતાંય પોતાના દીકરાને કોઈ બાબતે કહેતા ન હતા ઉલ્ટા આ જાણકારી મળ્યા બાદ યુવતીને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. અને નાની નાની બાબતે યુવતી ના પતિને તેના વિરુદ્ધ ભડકાવતતા હતા.

જોકે, પ્રેમિકા પાછળ કરેલ ખર્ચ નું દેવું ચૂકવા માટે પતિ-પત્નીને  તેના પિયરમાંથી રૂપિયા લઇ આવા સતત દબાણ કરતો હતો અને તેના દાગીના પણ લઇ લીધા હતા.  જોકે, દારૂ પીવાની પણ પતિ કુટેવ ધરાવતો હ.તો જોકે લેણદાર રૂપિયા માટે સતત દબાણ કરતા પતિ વિવેક પત્નીને લઈને ભરૂચ રહેવા જતો રહ્યો હતો.આ પણ વાંચો :  અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણી

જ્યાં પણ તેને પત્નીના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હતા. જોકે પરિણીતા યુવતી એની ખબર પડતા પતિને કહેવા જતી ત્યારે પતિ પરણીતાને સુસાઇડ નોટ લખીને આપઘાત ની અવાર નવાર ધમકી આપતો હતો. જેને લઈને પતિથી કંટાળેલી આ પરણિતા યુવતીએ પતિ અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા. મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: September 26, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading