સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

મૂળ ભાવનગરની વતની અને સુરતમાં રહેતી પરિણીતાને 44 પાનની પીડીએફ ફાઇલ અજાણ્યા નંબર પરથી આવી જેમાં બિભત્સ ફોટા હતા અને સાથે 'કોલ મી', લખેલું હતું

  • Share this:
સુરતના સરથાણા (Surat) વિસ્તારમાં રહેતી મૂળ ભાવનગરની યુવાન પરિણીતાને (Married woman) તેના કોલેજ કાળ દરમિયાન પિતરાઈ બહેન અને તેના પતિ (Cousin sister-husband) દ્વારા પાડવામાં આવેલા ફોટા 3 દિવસ પહેલાં મધ્ય રાત્રે ફોન આવ્યા બાદ સતત અજાણ્યા નંબરથી ફોન આવવાના શરૂ થયા હતા અને બે વ્યક્તિ દ્વારા તેના ફોટા મોકલવામાં આવ્યા હતા. જોકે છ વર્ષ જૂના ફોટા આવતા પરિણીતાએ અજાણ્યા નંબર પરથી આવતા પોતાના ફોટા અને કોલને લઈને આ ઈસમો વિરુદ્ધ  સાયબર  ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ભાવનગરની વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં લગ્ન કરી પતિ સાથે રહેતી 27 વર્ષીય પરિણીતાએ સુરત સાઇબર ક્રાઇમ (surat cyber crime) ફરિયાદ નોંધાવી છે કે  ત્રણ દિવસ અગાઉ મધરાતે 1.59 કલાકે અજાણ્યા નંબર પરથી કોલ કરી 'મને તમારો નંબર વ્હોટ્સએપ ગુ્રપમાંથી (Whatsaap Group) મળ્યો છે તેમ કહીને આ મહિલા સાથે વોટ્સપ પર ચેટીંગ શરૂ કર્યું હતું. જોકે ત્યાર બાદ પરિણીતાને અલગ અલગ નંબર પરથી ફોન આવના શરૂ થયા હતા.આ પણ વાંચો  : સુરત : બૂટલેગર રાકેશ પર જીવલેણ હુમલો થતા ફાયરિંગ, ગેંગવોરનાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ત્યારે મહિલા એ તેનો નંબર ક્યાંથી મળ્યો? પૂછતાં ફોન કરનારા આ પરિણીતાનો નબર બાપુ ગ્રુપમાંથી મળ્યો  હોવાની જાણકારી આપી હતી. જોકે અલગ અલગ નંબર પરથી આવતા ફોનમાંથી એક નંબર પરથી આ પરિણીતાને 44 પાનની પીડીએફ (PDF File) ફાઇલ મોકલવામાં આવી હતી.  જેમાં પરિણીતાના બિભત્સ ફોટા (Personal pictures) હતા અને સાથે કોલ મી લખી તેનું નામ, મોબાઈલ નંબર અને સરનામું પણ લખ્યું હતું.

તે વ્યક્તિને આ ફોટા એક બિભત્સ નામ ધરાવતા વ્હોટ્સએપ ગ્રુપમાંથી મળ્યા હતા.જોકે પરણિતા એ મામલે મેસેજ મોકલનારને પૂછતાં તેની આ ફાઇલ અનેક ગ્રુપમાં ફરી રહી હોવાનું જાણકારી આપી હતી. જોકે આ પરિણીતાના બિભત્સ ફોટા 2014 માં જયારે તે ભાવનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે નજીકમાં રહેતી તેની પિતરાઈ બહેન રિદ્ધિ અને તેણે જે સિંધી યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે સુનિલ પ્રભુદાસ રાજાઇએ તેને કેફી પીણું પીવડાવી પાડયા હતા.

જોકે પિતરાઈ બહેન અને પતિ દ્વારા આ ફોટા દ્વારા તેને બ્લેકમેલ કરી તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, આ પરિણીતાના વર્ષ 2017 માં સુરત ખાતે લગ્ન થયા બાદ પણ પિતરાઈ બહેનનો પતિ તેને બ્લેકમેલ કરતો હતો. જોકે પતિ સાથે તે વિશાખાપટ્ટનમ હતી ત્યારે  આ પિતરાઈ બહેનના પતિએ આ ફોટા તેના પતિને મોકલી આપ્યા હતા અને અવાર નવાર ફોન કરી વાઇરલ કરવાની ધમકી આપી હેરાન કરતા આ પરણીતાએ તેની પિતરાઈ બહેન અને તેના પતિ વિરુદ્ધ ભાવનગર પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો  :  અમદાવાદ : ટીન્ડર એપથી યુવતી સાથે મિત્રતા કરી વેપારી રૂમમાં ગયા, 20 લાખની હનીટ્રેપમાં ફસાયા

જેને લઈને પોલીસે આ બંનેવની ધરપકડ કરી હતી જોકે ત્યાર બાદ ફરી એક વાર એંટેના ફોટા પિતરાઈ બહેન અને તેના પતિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યા છે. અને તે સાથે અલગ અલગ નંબર પરથી ફોન કરી તેને હેરાન કરતા લોકો સામે પણ આ પરિણીતાએ ફરી એક વાર સુરત સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:September 19, 2020, 11:58 am

टॉप स्टोरीज