સુરતમાં 'SAY NO TO DRUG'ના સ્લોગન સાથે કાર્નિવલ યોજાશે ઃ MLA હર્ષ સંધવી 


Updated: January 23, 2020, 10:38 PM IST
સુરતમાં 'SAY NO TO DRUG'ના સ્લોગન સાથે કાર્નિવલ યોજાશે ઃ MLA હર્ષ સંધવી 
હર્ષ સંઘવીની તસવીર

સુરતની એક NGO છેલ્લા પાંચ વર્ષથી 26 જાન્યુઆરીના રોજ ડ્રગ્સ અવેરનેસ માટે રેલી યોજે છે. પરંતુ આ વખતે પહેલી વાર ડ્રગ્સ અવેર્નેસ માટે ખાસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
સુરતઃ સુરત શહેરમાં (surat city) આગામી 26 જાન્યુઆરીના રોજ 'સે નો ટું ડ્રગ' (SAY NO TO DRUG) અંતર્ગત મેગા કાર્નિવલનું (Carnival) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો ભાગ લેશે આ કાર્નીવલમાં ધારાસભ્ય હર્ષ સંધવી (MLA Harsh Sanghvi) યુથ આઇકોન તરીકે જોડાયા છે. સુરત શહેરમાં ડ્રગ્સનું દૂષણ ન ઘુસે તેમાટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ થીમ પર ખાસ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.

સુરતની એક NGO છેલ્લા પાંચ વર્ષથી 26 જાન્યુઆરીના રોજ ડ્રગ્સ અવેરનેસ માટે રેલી યોજે છે. પરંતુ આ વખતે પહેલી વાર ડ્રગ્સ અવેર્નેસ માટે ખાસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુથ આઇકોન તરીકે ધારાસભ્ય હર્ષ સંધવી પણ જોડાયા છે. હર્ષએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આ દુષણ ના ઘુસે તેમાટે ખાસ આવા કાર્યક્રમો ખુબજ જરૂરી છે.

આ સંસ્થા દ્વારા પાંચ વર્ષમાં 17 જેટલા યુવાનોને ડ્રગ્સના ચંગુલ માથી મુકત કરાવ્યા છે. ઉપરાંત કાર્નીવલમાં 500 મીટરના એરીયામાં ખાસ સાત સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં જોકર , બામ્બુ આર્ટીસ્ટ , ટેટુ આર્ટીસ્ટ , પોર્તિગલ પરફોર્મસ , બાઇક શો , મહેન્દી આર્ટીસ્ટ તમામ પોતાની કળા ડે નો ટુ ડ્રગ્સના સ્લોગન સાથેજ કરશે .

ઉપરાંત કાર્યક્રમના અંતમાં એક 500 મીટર ધ્વજ આકારના કપડામાં સે નો ટું ડ્રગ્સનો મેસેજ લખવામાં આવશે અને તેને સમગ્ર કાર્યક્રમ સ્થળ પર એખ સાથે તમામ ભાગ લેનાર પકડી રાષ્ટ્રગીત ગાશે. આ કાર્નીવલ માટે ખાસ એક બાજુનો રોડ પણ બંધ કરવામાં આવશે.
First published: January 23, 2020, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading