સુરતમાં (Surat)માં પોલીસના નાક નીચે સતત ગુનાખોરી વકરી રહી હોય તેવો ઘાટ સર્જચો છે. તેવામાં શહેરનો દિલ્હી ગેટ વિસ્તાર 'રેડલાઇટ એરિયા' બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે, અહીંયા કોલગર્લ સાથે ઝઘડો થતા એક યુવકને કોલગર્લે જાહેરમાં મારીમારીને ધોઈ નાખ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આજ વિસ્તારમાં તાજેતરમાંજ યુવાને રસ્તે જતી મહિલાની છેડતી કર્યા બાદ તેની હત્યાની ઘટના બની હતી. જોકે, હત્યાના અકેજ અઠવાડિયામાં ફરી અહીંયા રૂપલલનાઓએ અડિગો જમાવી દીધો છે. ત્યારે આ લલાના દ્વારા એક યુવકને મારમારવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થયો છે
સુરત શહેર આમ તો વેપાર માટે દેશ સાથે વિદેશમાં જાણીતું છે ત્યારે હવે સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરત ક્રાઇમની બાબતો માટે પણ જાણીતું થયું છે. કારણકે સુરત પોલીસની નિષ્ક્રિયતાને લઈને ગુનેગારો ગેકાબું બની રહ્યા છે. શહેરમાં આયે દિન હત્યા,લૂંટ, મારામારી, અને ગેંગવોર ખેલાઈ રહ્યા છે.
સુરતનો દિલ્હી ગેટ વિસ્તાર હવે રેડલાઇટ એરિયા બનવા તરફ જઈ રહ્યો છે. અહીંયા આખો દિવસ લલનાઓ અડિગો જમાવી બેસેલી હોય છે. ત્યારે એક અઠવાડિયા પહેલા અહિયાંથી દંપતી જઈ રહ્યુુ હતું ત્યારે દરોજની જેમ એક યુવાને આ દંપતીને લાલના સમજી તેની છેડતી કરતા આ દંપતીએ યુવાને માર મારતા આ યુવાનનું મોત થયું હતું.
આ પણ વાંચો : વેરાવળ : UPI પેમેન્ટના નામે છેતરપિંડી કરતો 'મહાઠગ' ઝડપાયો, 21.94 લાખ રૂપિયાની 'મફત ખરીદી' કબૂલી
પોલીસે આ મામલે દંપતીની ધરપકડ કરી હતી. જોકે હત્યા ને હજુ તો એક અઠવાડિયું નથી થયું ત્યાં તો ફરી લલાનાઓ આ વિસ્તારમાં પોતાનો અડિંગો જમવાનું શરુ કરી નાખ્યો છે. જોકે આ લલના જ્યાં એકત્ર થાય છે ત્યાથી દિલ્હી ગેટ ચોકી માત્ર 50 મિટર દૂર છે. જોકે અહીંયા ફરજ બજાવતી મહિલા ફોજદાર આ મહિલાઓ પાસે હપ્તા લેતા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
જોકે આ લાલાનાઓ હપ્તા આપતી હોવાની કથિત વાતોને લઈને એટલી બેકાબૂ બની છે કે ગતરોજ એક યુવક સાથે લલના સાથે ઝઘડો થતા લલનાએ આ યુવકને જાહેરમાં મારમારવા લાગી હતી. જોતજોતામાં લોકોના ટોળેળોટ એકત્ર થઇ ગયા પણ 50 મીટર દૂર પોલીસ ચોકી દ્વારા આ ઘટનાના મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, બબાલ મોટા પાયેથી થઈ જતા એક ટીઆરબી જવાન દોડી આવ્યો હતો અને તેણે યુવકને માર ખાતા બચાવ્યો હતો.
આ પણ વાંચો : સુરત : કરન્ટ લાગતા થયું મોત, પરિવારને તબીબો પર વિશ્વાસ ન આવ્યો, દીકરાને ઝોળીમાં લઈ દોડ્યો
અંતે લલના આંતકનો વીડિયો રસ્તે ચાલતા એક યુવાને બનાવી શોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે ત્યારે સુરત પોલીસ દિલ્હી ગેટ જેવા ભરચક વિસ્તારને લલનાઓનો અડ્ડો બનતા અટકાવશે કે કેમ તે હવે જોવું જ રહ્યું