Home /News /south-gujarat /

હાર્દિક પાટીદારને અનામત અપાવવા માંગતો હોય તો NDAને સમર્થન કરે: રામદાસ આઠવલે

હાર્દિક પાટીદારને અનામત અપાવવા માંગતો હોય તો NDAને સમર્થન કરે: રામદાસ આઠવલે

    સુરત ખાતે આજે આવેલા સામાજીક ન્યાય મંત્રી રામદાસ આઠવલે દ્વારા આજે અનેક નિવેદનો કરવામાં આવ્યા હતાં જેમાં મુખ્ય મુદ્દો હાર્દિક પટેલનો રહ્યો હતો. હાર્દિક પટેલને અને પાટીદાર સમાજને જો આરક્ષણ જોઇતુ હોય તો તેમણે એનડીએ અને નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવો જોઇએ. રાહુલ ગાંધીને સપોર્ટ કરવાથી અનામત મળવાનું નથી.

    સુરત ખાતે આજે આવેલા કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી રામદાસ આઠવલે મહેમાન બન્યા હતા. પ્રથમ તેમણે સુરતના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી. ત્યાર બાદ તેઓ એ મિડિયા સાથે વાતચીત કરી હતી. મિડિયા સાથેની વાતચીતમાં તેમણે હાર્દિક પટેલના મુદ્દે વાત કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે ભાજપને નુકશાન અને કોંગ્રેસને ફાયદો થયો છે તેનું મુખ્ય કારણ હાર્દિક પટેલ છે. જો હાર્દિક પટેલને આરક્ષણ જોઇતું હોય તો તેમણે એનડીએને સમર્થન કરવું જોઇએ ઉપરાંત નરેન્દ્ર મોદીને મળી તેમનો વ્યુ જાણવો જોઇએ.

    કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું કે, હાર્દિક દ્વારા પાટીદાર આંદોલન ઉભુ કર્યું હતું. હાર્દિકનું સૌથી પહેલું મેં સ્વાગત કર્યું હતું, અને આરક્ષણ મળે એ માટે મે રજૂઆત કરી હતી. હાર્દિકે એનડીએને સમર્થન કરવું જોઇએ. સાથે સાથે નરેન્દ્ર મોદીને મળીને રજૂઆત કરવી જોઇએ. મેં એનડીએની મિટીંગમાં રજૂઆત કરી છે.

    રામદાસ આઠવલે દ્વારા રાહુલ ગાંધી ઉપર મોટો હુમલો કરતાં જણાવ્યું છે કે રાહુલ ગાંધી થકીથી ગુજરાત નથી જીત્યા તેઓ ગુજરાત હાર્દિકના કારણે જીત્યા છે. હાર્દિક દ્વારા પાટીદારોને કોંગ્રેસ તરફી લઇ જવાયા હોવાને કારણે કોંગ્રેસને ગુજરાતમાં ફાયદો થયો છે. આ ઉપરાંત તેમણે 2019માં રાહુલ ગાંધી અને જીજ્ઞેશ મેવાણી મુદ્દે પણ વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીને નક્સલવાદીઓ સાથે ન ફરી સ્વચ્છ રાજનીતી કરવાની સલાહ આપી હતી.

    કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું કે, જિજ્ઞેશ મેવાણીએ ઉના દલિત આંદોલન બાદ સારૂ આંદોલન કર્યું છે તેથી લોકોએ તેમને ધારાસભ્ય બનાવ્યા છે. તેમણે નક્સલવાદીઓથી દૂર રહેવું છે. તેમણે બાબા સાહેબની વાતને આગળ વધારવી જોઇએ. એટલે જીજ્ઞેશએ સ્વચ્છ રાજનિતી કરવી જોઇએ. 2019માં જરૂર ગુજરાતની ચૂંટણીમાં તકલીફ થઇ જે હાર્દિક દ્વારા તકલીફ કરવામાં આવી કેશુભાઈના વખતથી પાટીદાર સમાજ ભાજપ સાથે હતો, પરંતુ હાર્દિક દ્વારા તેમને કોંગ્રેસ તરફ લઇ ગયા જેથી કોંગ્રેસને ફાયદો થયો તે રાહુલ ગાંધીથી નથી થયો હાર્દિકથી થયો છે. પાટીદાર સમાજથી થયો છે.

    સુરત ખાતે આવેલા રામદાસ આઠવલેનો વિરોધ આજે થયો છે જેનું મુખ્ય કારણ દલિતોના હકમાં રામદાસ ન બોલતા હોવાને લઇને છે ત્યારે આગામી દિવસોમાં રામદાસ આ પ્રત્યે કેવું વલણ અપનાવે છે તે જોવુ રહ્યું.

    સ્ટોરી - આનંદ પટણી
    Published by:kiran mehta
    First published:

    Tags: Big, Issue, Patidar Reservation, Ramdas athawale, Statement, કેબિનેટ મંત્રી

    આગામી સમાચાર