CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર,અમદાવાદ સેન્ટરના 4 વિદ્યાર્થીઓ ટોપ 50મા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:41 AM IST
CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર,અમદાવાદ સેન્ટરના 4 વિદ્યાર્થીઓ ટોપ 50મા
અમદાવાદઃ નવેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.ઓલ ઇન્ડિયાનું 11.57 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ સેન્ટરનું 13.46 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ સેન્ટરના 4 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.અમદાવાદની જ્યોતિ મહેશ્વરીએ ભારતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:41 AM IST
અમદાવાદઃ નવેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.ઓલ ઇન્ડિયાનું 11.57 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ સેન્ટરનું 13.46 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ સેન્ટરના 4 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.અમદાવાદની જ્યોતિ મહેશ્વરીએ ભારતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.

અમદાવાદની અનુજા મિસ્ત્રીએ ઓલ ઇન્ડિયામાં સાતમો ક્રમાંક મેળવ્યો છે.લખનઉની ઈતિ અગ્રવાલ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહી છે.લખનૌ ની ઇતિ અગ્રવાલે 74.88 ટકા સાથે ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા ગત નવેમ્બર મહિનામાં લેવાયેલ સીએની ફાઈનલ પરિક્સાનું પરિણામ આજે જાહેર થયુ
હતુ. જેમાં સમગ્ર દેશમાંથી સીએના બંને ગ્રુપમા 36768 વિધ્યાર્થીઓએ

પરિક્સા આપી હતી. જેમાંથી 4256 વિધ્યાર્થીઓ પાસ થયા હતા એટલે કે 11.75 ટકા જેટલુ પરિણામ આવ્યુ હતુ.જ્યારે અમદાવાદ સેન્ટરમાં 1475 વિધ્યાર્થીઓએ પરિક્સા આપી હતી.

જેમાંથી 198 વિધ્યાર્થીઓ પાસ થયા હતા.. એટલે કે 13.42 ટકા પરિણામ આવ્યુ હતુ. સીએના પરિણામના ટોપર્સમાં દર વખતની જેમ આ વખતે પણ વિધ્યાર્થીનીઓ આગળ રહી હતી.. દેશના પચાસ ટોપર્સમાં અમદાવાદના પાંચ વિધ્યાર્થીઓને સ્થાન મળ્યુ હતુ.
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर