Home /News /south-gujarat /

'આગામી વિધાનસભા સત્રમાં કાયદો નિરસ્ત કરવામાં આવશે એનો વિશ્વાસ છે': રખડતા ઢોરના કાયદા અંગે સી.આર પાટીલ

'આગામી વિધાનસભા સત્રમાં કાયદો નિરસ્ત કરવામાં આવશે એનો વિશ્વાસ છે': રખડતા ઢોરના કાયદા અંગે સી.આર પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ (C. R. Patil)

Surat News: ગાય માટે લાયસન્સ લેવું એ યોગ્ય નથી કાયદો ન હોવાની વાત સી.આર પાટીલે કરી હતી'

સુરત: રખડતાં ઢોરના કાયદાને મોકૂફ રાખ્યા બાદ આજે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી. આર . પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મુખ્યપ્રધાને કહ્યું છે કે,  કાયદાને લઇ ફેરવિચરણા કરવી જોઈએ. આવનારા વિધાનસભા સત્રમાં કાયદો નિરસ્ત કરવામાં આવશે એ મને  વિશ્વાસ છે.

સી.આર પાટીલે મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા પછી રખડતાં ઢોરોના ત્રાસને લઈને નિર્ણય કરવામાં આવ્યો હતો. કારણકે, રખડતા ઢોરોને પગલે અકસ્માતના બનાવો પણ વધતા હતા.  તેમજ રખડતા ઢોરોને કારણે રસ્તા પર પડેલા પ્લાસ્ટિકનો કચરો પણ ગૌમાતા આરોગતા હતા. જેને પગલે ગૌ માતાના મોત થતા હતા.  જેને લઇને સરકાર દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું અને રખડતા ઢોરોની સામે પગલાં પણ ભરાયા હતા અને તમામ રખડતા ઢોરોને  પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા . મહાનગરપાલિકાના કાયદાઓ છે તે પૂરતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આવા ઢોરોને પાંજરાપોળમાં પણ મોકલી આપવામાં આવ્યા છે, ભુપેન્દ્ર પટેલની સરકારમાં બજેટમાં પાંજરાપોળમાં ગાયોને 30 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, ગૌશાળા માટે પણ રોજના એક ગાય માટે 30 રૂપિયા આપવાનો  નિણર્ય કર્યો છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે આખલાનો ત્રાસ છે પણ જે માટે જે પોતે રાખવા માંગ તા હોય તે માટે પણ નિર્ણય કર્યો હતો અને રોજના 40 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - સુરત: ચાલુ ટેમ્પાએ કાપડનાં તાકાની ચોરીનો VIDEO VIRAL, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

ગાય માટે લાયસન્સ લેવું એ યોગ્ય નથી કાયદો ન હોવાની વાત સી.આર પાટીલે કરી હતી . જોકે, જે રીતે આ કાયદો આવ્યા બાદ  માલધારી સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી ત્યારે આ મામલે આ કાયદા રદ કરવા માટે પણ મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ જવાબ આપ્યો છે. ત્યારે આ પ્રકારની લાગણીને લઈને આગામી વિધાનસભા સત્રમાં આ મામલે નિરાકરણ આવશે એવી વાત કરી હતી.

નોંધનીય છે કે, સરકારના બિલનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો છે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ સહિત પાલિકા સામે વિરોધ પ્રદર્શનો થયા છે. માલધારી સમાજે બિલને કાળો કાયદો ગણાવ્યો અને બિલ પાછુ ખેંચવા માગ કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, Gujarat Government, ગુજરાત, સુરત

આગામી સમાચાર