તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, ૫૦ હજાર રૂપિયા દંડ વસુલાયો

News18 Gujarati
Updated: November 22, 2019, 9:34 PM IST
તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, ૫૦ હજાર રૂપિયા દંડ વસુલાયો
પ્રતિકાત્મક તસવીર

ઓકટોમ્બર-૨૦૧૯ મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે

  • Share this:
ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ઓકટોમ્બર-૨૦૧૯ મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૪૮ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૫૦,૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના ૪૯૮૪ વેપારી એકમોની ચકાસણી ની કામગીરી હાથ ધરી રૂા.૧૬,૧૩,૨૬૪ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ ચાર રસ્તા ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૫ વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૨૪૦૦૦નો દંડ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૯ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૬૭૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

વરાછા ખાતે વી.એસ.સ્નેકસ, અઠવાલાઇન્સ ખાતે મહેશ પાઉભાજી સામે છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે પીસીઆર કાયદાના ભંગ બદલ પ્રોસીકયુશન કેસ કરી રૂપિયા ૧૪,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એ.કે.રોડ ખાતે જય રામદેવ સ્વીટ માર્ટ તથા જય અંબે સુપર માર્કેટ, કતારગામ ખાતે ઉમિયા ફરસાણ તથા શ્રી જેન્ટલમેન્ટ, વરાછા ખાતે માહેશ્વર જવેલર્સ, સરસાણા ખાતે જલારામ લોચો એન્ડ ખમણ, જય માજીસા સુપર માર્કેટ અઠવાલાઈન્સની સામે વજનમાપ ધારા હેઠળ કેસ કરીને દંડ વસુલ કરવામાં આવ્યો.
First published: November 22, 2019, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading