સુરત : સુરતમાં વરાછા વિસ્તારમાં એક વેપારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામાન્ય બોલાચાલીમાં ભંગારના વેપારી અને કારખાનેદારની બોલાચાલીમાં 'તુું અમારા ઝઘડામાં વારંવાર કેમ આવે છે?' કહીને વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે. જોકે, સુરતમાં શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના સિલસિલા યથાવત રહ્યા છે તેવામાં વધુ એક ઘટના ઉમેરાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે સુરતના વરાછા માતાવાડી કમલ પાર્ક સોસાયટી પાસે સોમવારે રાત્રે જેબવર્કના કારખાનેદાર અને ભંગારના વેપારી વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં બંને જણાએ સાગરીતો સાથે એકબીજા ઉપર ચપ્પુï લાકડાના ફટકા અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત : સતત ત્રીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત, મહિધરપુરામાં સરાજાહેર ખેલાયો ખૂની ખેલ
વરાછા પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા શ્રી દર્શન બંગ્લોઝ ખાતે રહેતા ભરત પુનાભાઈ બાંભણીયા જાબવર્કનું કામ કરે છે. ભરતભાઈ સોમવારે રાત્રે નવેક વાગ્યે માતાવાડી કમલ પાર્ક સોસાયટી ગંગા પેલેસ પાસે હતો તે વખતે ભંગારનો વેપારી કિશન, બનીયા અને અન્યએ તેમની પાસે આવી 'કેમ તું અમારા ઝઘડાની વચ્ચે વારંવાર કેમ આવે છે' એમ કહી લોખંડના સળિયાથી મારમારી છાતી અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે શ્રીકિશન બનીયા સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ
તો સામા પક્ષે શ્રીકિશન રમુવા ખટીકે પણ ભરત બાંભણીયા અને તેના મિત્ર કાળુ સામે ફરિયાદ આપી હતી. જેમાં દણાવ્યું હતું કે આરોપીઓ શ્રકિશન અને તેના છોકરા સન્નીને લોખંડાના સળિયાષથી મારમારી હાથમાં ફેકચર કયું હતું અને તેને તમાચો માર્યો હતો. આમ આ ક્રોસ ફરિયાદમાં બનાવની હકિકત શું છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણવા મળશે પરંતુ વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો વચ્ચે સામાન્ય ઘટનામાં ખૂની ખેલ ખેલાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ બંને પક્ષની ફરિયાદાનો આધારે તપાસ કરી રહી છે ત્યારે આ વેપાર ધંધા સાથે જોડાયેલા આલમમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.