સુરતમાં માથાભારે તત્વોનો આતંક: ચપ્પુ બતાવી ધમકી આપી ચલાવી લૂંટ

News18 Gujarati
Updated: December 2, 2019, 5:30 PM IST
સુરતમાં માથાભારે તત્વોનો આતંક: ચપ્પુ બતાવી ધમકી આપી ચલાવી લૂંટ
પ્રતિકાત્મક તસવીર

બનાવ અંગે પોલીસે પિન્ટુકુંવર રાજપુતની ફરિયાદ લઈ ચારેય આરોપીઅોસામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરત: સુરતના નવાગામ વિસ્તારના વેપારીના મર્ડરના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા એક માથાભારે શખ્શે સ્થાનિક વેપારીને ધમકી આપી લૂંટ ચલાવી હતી.

આ શખ્શ નવાગામ ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા વેપારી અને ઙ્ગિષકેશ એવન્યુ એપાર્ટમેન્ટમાં દુકાન ધરાવતા વેપારીને ચપ્પુ બતાવી હપ્તાપેટે રૂપિયા 4200 ઉઘરાવી દુકાનાં તોડફોડ કરી નાસી ગયો હતો.

આધારભૂત વિગતો મુજબ નવાગામ સ્વસ્તિક રેસીડેન્સીની સામે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પિન્ટુકુંવર બલવીરસિંહ રાજપુત ઘરના આગળના ભાગે અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે.

છેલ્લા પંદરેક દિવસથી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા દિનેશ સીરસાઠ, સમંદપિ મધુકર ગવઈ, સમાદામ શાંતારામ વારુડે અને રામુ નથ્થુ પરાતે એકટિવા પર આવી પિન્ટુકુંવર રાજપુત અને તેના ઘર નજીક આવેલા ઙ્ગષિકેશ એવન્યુ એપાર્ટમેન્ટ નીચે કરિયાણાનો જનરલ સ્ટોર ચલાવતા પપ્પુસિંગ પાસે આવી નવાગામ વિસ્તારમાં આવેલા વેપારીઓ પાસેથી પોતે મર્ડરના ગુનામાં જેલમાંથી છુટીને આવ્યા છે.

ફરી મર્ડર કરી ત્રણ મહિનામાં છુટી આવીશ. તમારે નવાગામમાં ધંધો કરવો હશે તો અમને હપ્તો આપવો પડશે તેવી ધાકધમકી આપી ચપ્પુ બતાવી બળજબરીપૂર્વક પિન્ટુકુંવર પાસેથી રૂપિયા 2700 તથા પપ્પુસિંગ લક્ષમણસિંહ રાજપુત પાસેથી પૈસાની માંગણી કરી હતી, પરંતુ પપ્પુસિંગે પૈસા આપવાની ના પાડતા ધામધમકી આપી મારમારી રૂપિયા 1500 લૂંટી લીધા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી.

બનાવ અંગે પોલીસે પિન્ટુકુંવર રાજપુતની ફરિયાદ લઈ ચારેય આરોપીઅોસામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 
First published: December 2, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading