સુરત : શહેરના એક ટેક્સટાઇલ વેપારીને વિશ્વાસ મૂકીને માલ આપવો ભારે પડ્યો છે. જેમાં તેમણે ભરોસાથી ઉધાર આપેલા માલના બદલમાં પૈસા ગુમાવ્યા છે અને સાથે તેના આક્ષેપ મુજબ જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. સુરતના રીંગરોડ પર આવેલી રધુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રુતિ ક્રિયેશનના ફર્મથી ધંધો કરતા વેપારી પાસેથી રૂપિયા 51 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી હાથ ટાટીયા તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપનાïર વેપારી અને દલાલ સામે પોલીસમાં ફરિયાદ નોîધાઈ છે. જેમાં ઉધાર પૈસા રખાવી માલ ખરીદનાર વેપારીએ ધમકી આપીને કહ્યું હતું કે 'ઉઘરાણી કરી તો હાથ-પગ તોડી જાનથી મારી નાખીશ' આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભીમરાડ કેનાલ રોડ રોયલ રીજેન્સી ખાતે રહેતા અમિતકુમાર ક્રિષ્ણાકુમાર બુબના (અગ્રવાલ) (ઉ.,વ.40) રીંગરોડ રધુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રુતિ ક્રિયેશનસ ફર્મના નામથી છેલ્લા આઠ વર્ષથી સિન્થેટીક ડાઈડ સારીઝ બનાવીને સ્થાનિક કાપડ બજારમાં વેચાણ કરે છે. દરમિયાન વર્ષ 2019માં દલાલ સંતોષકુમાર તોડી (અગ્રવાલ) (રરહેસ,આશીર્વાદ ઍîકલેવ અલથાણ) દુકાને આવ્યો હતો અને મીઠીમીઠી લલચામણી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ તેના મારફતે પાર્ટીને માલ આપશો તો સમયસર પેમેન્ટ ચુકવી આપવાની જવાબદારૂ રહેશે હોવાનુ કહી વેપાર ઘંધાની શરુ્આત કરી હતી.
આ પણ વાંચો : સુરત : ફેસબૂકમાં બંધાતા સંબંધોનો વરવો કિસ્સો, અમદાવાદના પરિણીત યુવક વિરુદ્ધ દુષ્કર્મની FIR
સંતોષકુમારના મારફતે ગત તારીખ ૫મી મે 2019થી 6 સપ્ટેમ્બર 2019ના સમયગાળામાં રઘુકુળ માર્કેટમાં શીવકુપા સારીઝના માલીક બીરેન્દ્રકુમાર રામજી બરનવાલને કુલ રપિયા 51,20,692 રૂપિયાનો માïલ આપ્યો હતો.
નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા અમિતકુમારે પેમેન્ટ માટે ઉઘરાણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉઘરાણી કરી તો હાથ ટાટીયા તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ï અમિતકુમારની ફરિયાદને આધારે પોલીસે બીરેન્દ્ર બરનવાલ અને દલાલ સંતોષકુમાર તોદી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત : 'મને કાકા શું લેવા કહે છે, હું તને ભત્રીજી નથી માનતો' પિતરાઈ ભત્રીજીનો અંગત Video Viral કર્યો