સુરતઃ વેપારીને મહિલા સાથે અંગત પળો માણવી પડી ભારે

News18 Gujarati
Updated: May 1, 2019, 7:33 PM IST
સુરતઃ વેપારીને મહિલા સાથે અંગત પળો માણવી પડી ભારે
પ્રતિકાત્મક તસવીર

સુરતના પુણા વિસ્તારમાં એક વેપારીને એક મહિલા અને અન્ય બે જટેલા ઇસમો દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

  • Share this:
કિર્તેશ પટેલ સુરતઃ સુરતમાં વધુ એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં એક વેપારીને એક મહિલા અને અન્ય બે જટેલા ઇસમો દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે મહિલા સાથે અંગતપળો માણતા વેપારીના બિભત્સ ફોટા પાડીને તેને ધમકી આપી તેની પાસે નાણાં માંગવામાં આવ્યા હતા. જેને લઇ વેપારી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારના સમગ્ર કિસ્સાની વાત કરવામાં આવે તો મહિલા દ્વારા વેપારીને પોતાના પ્રેમની જાળમાં ફસાવવામાં આવ્યો હતો. પ્રેમજાળમાં ફસાતાની સાથે તેને અંગત પળો માણવા માટેની ઓફર પણ કરવામાં આવી હતી. વેપારી મહિલા સાથે અંગત પળો માણી રહ્યો હતો. તે સમયમાં તેના મોબાઇલમાં બિભત્સ ફોટો પાડી લેવામાં આવ્યા હતા. અને મહિલા સાથેના બિભત્સ ફોટો બતાવી તેને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યો હતો.

વેપારી પાસે આરોપી સુનિલ ઉર્ફે વિશાલ સાવંત નામનો વ્યક્તિ બ્લેકમેઇલિગ થકી નાણાં માંગતો હતો. જો કે વેપારીએ સમાજમાં બદનામ થવાના ડરને કારણે પ્રથમ વખતતો તેમની સામે ઝૂકી ગયો હતો. પરંતુ ત્યારબાદ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ દ્વારા વિશાલ સાવંતની ધરપકડ કરવામાં આવી છે.

વિશાલ દ્વારા વેપારીને ધમકાવીને તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે ગત તારીખ 24 એપ્રિલના રોજ વેપારી પાસેથી વિશાલે 60 હજાર રોકડા લઇ લીધા હતા. ત્યાર બાદ બીજી વખત 10 હજાર લેવા આવ્યો હતો. જો કે વેપારીને લાગ્યું કે આ ટોળકી તેમની પાસેથી વધુ નાણાં ખંખેરી શકે છે તેથી તેણે પોલીસનું શરણું લીધું હતું.

જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા જોઇ વિશાલ સાવંતની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ અન્ય ત્રણ જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે ત્યારે વિશાલ આ અન્ય ત્રણ આરોપીઓ સુધી પહોંચાડવા પોલીસને મદદ કરે છે કે કેમ તેતો આવનારો સમય જ કહેશે.
First published: May 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading