સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો


Updated: June 21, 2020, 10:48 AM IST
સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો
ઘટના પૈસાની ઉઘરાણીના મામલે થઈ હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો, પોલીસે મોડી રાત્રે વેવારીનો છૂટકારો કરાવ્યો

  • Share this:
સુરતના સૌથી પોર્શ ગણાતા એવા વેસુ વિસ્તરમાં પૈસાની લેતીદેતીમાં એક વેપારીને તેની ઓફિસ નીચે આવેલી ગાડીમાં કેટલાક લોકોએ અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના સીસી ટીવી કેદ થયા બાદ વેપારીના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે વેપારીને અપહરણકારો ચુંગલ માંથી છોડાવી બે આરોપી મોડી રાત્રે ધરપકડ કરી હતી.

લોકડાઉન બાદ રાજ્યમાં વેપાર ઉધોગ શરૂ થયા છે પણ પણ લોકો પાસે રૂપિયા નથી ત્યારે  પૈસાની ઉઘરાણી મામલે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ શાંતીલાલ બોસમીયા વેસુ એલ.પી.સવાણી સ્કુલની સામે કેનાલ વોક શોપિંહ કોમ્પલેક્ષમા ઓફિસ ધરાવે છે અને નજીક માં આવેલી બિલ્ડિગ માં રહે છે.

આ પણ વાંચો :  રાજકોટ : Unlock થતાની સાથે જ બૂટલેગરો બેફામ, દારૂ સંતાડવા નવો કિમીયો અપનાવ્યો છતાં ઝડપાયો

જોકે ગતરોજ સવારે પોતાની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે જૂના પૈસાની ઉઘરાણી કરવા આવેલા બે ઈસમોએ તેમની ઓફિસની બિલ્ડિગમાં આવીને  એક કાળા રંગની વેન્ટો મોટરકાર નં . GJ - 05 - JR - 4115 ગાડીમાં  ત્રણ અજાણ્યા ઈસમોએ આવીને  કલ્પેશભાઈ પોતાની ગાડીમાં બળજબરી બેસાડી જોત જોતામાં ફરાર થઈ ગયા હતા.

જોકે ઘટનાની જાણકરી મળતા આ વેપારીના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ વેપારી ને બચાવા માટે અલગ ટીમ બનાવી ને તપાસ શરૂકરી હતી અને આખરે આ વેપારી ને અપહરણકારોના ચંગુલ માંથી છોડવામાં પોલીસ ને સફળતા મળી હતી.આ પણ વાંચો :  કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં મળ્યા 15,413 નવા કેસ, 306 દર્દીનાં મોત

જોકે પોલીસે  જીનેશ ઠાકરસીભાઈ ધોરી, ઉમેશ શંભુભાઈ માવાણી, પ્રવિણ ઉર્ફે પલ્લુ સોલંકી અને વીરુ દરબારે સાથે  માંડીને અપહરણ કર્યાની કબૂલાત કરતા પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. જોકે, આરોપી દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે વેપારી દ્વારા છેલ્લા લાંબા સમય થી તેમના રૂપિયા આપવામાં આવ્યા નહોતા જેથી આ રીતે પૈસાની વસૂલી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાની કબૂલાત કરતા પ[ઓલીસે આ મામાએ ગુનાના આધારે આરોપી ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: June 21, 2020, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading