Home /News /south-gujarat /

સુરત : ખાનગી બસ કરતાં STનું સૌરાષ્ટ્રનું ભાડું અડધાથી ઓછું, જાણો ક્યા જિલ્લાની ટિકિટનો ભાવ કેટલો?

સુરત : ખાનગી બસ કરતાં STનું સૌરાષ્ટ્રનું ભાડું અડધાથી ઓછું, જાણો ક્યા જિલ્લાની ટિકિટનો ભાવ કેટલો?

ફાઇલ તસવીર

STની ગ્રુપ બૂકિંગની પણ ઑફર, એક બસમાં 30 મુસાફરો સાથે બૂક કરો STની બસ પીકઅપ સ્થળે લેવા આવશે.

    કિર્તેશ પટેલ, સુરત : આજ મધરાત્રીથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ એસટીની બસો મુસાફરી કરશે. એસટીની બસો સૌરાષ્ટ્ર તરફ ખાનગી બસો કરતાં અડધાથી ઓછા ભાડે લઈ જશે. એસટી નિગમ દ્વારા એક બસમાં 30 મુસાફરને લઈ જવામાં આવશે. એસટીએ સુરતથી સૌરાષ્ટ્ર માટે જુદા જુદા જિલ્લામાં જવા માટે એસટીના ભાડા જાહેર કર્યા છે. આ બસમાં જવા માટે તમે ગ્રૂપ બૂકિંગ પણ કરાવી શકશો. એસટીની બસ તમને તમારા ગંતવ્ય સ્થળે પિકઅપ કરી લઈ જશે.

    પ્રાપ્ત અહેવાલ મુજબ એસ.ટી. બસ દ્વારા સીંગલ વે ભાડુ જ લેવામાં આવશે. તેની સાથે બુંકીગ કરાવતી સમયે મુસાફરોને પીક અપ કરવા માટે જે સ્થળ આપવામા આવશે ત્યાં જ એસ.ટી. ની બસ જશે. સાથે સાથે બસોને સેનેટાઈઝ કરીને મોકલવામાં આવશે. આજે રાત્રીથી આ સેવા શરૂ થઈ જશે.

    આ પણ વાંચો :   Coronavirus : 24 કલાકમાં કોરોનાના વધુ 380 પોઝિટિવ કેસ, 28 મોત નોંધાતા સ્થિતિ ચિંતાજનક

    52 બસની એસટીમાં 30 મુસાફરો જ પ્રવાસ કરી શકશે. આ મુસાફરીમાં એસટીમાં તમે ગ્રૂપ બૂકિંગ કરાવશો તો તમારી સોસાયટી સુધી પણ બસ લેવા માટે આવશે તે એસટી નિગમે જણાવ્યું છે. જ્યારે ખાનગી બસોમાં 400 કિલોમીટરના પ્રવાસનું 1000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે એસટીની આ મુસાફરી ખૂબ જ ઓછા ભાડે થઈ શકશે.

    સુરતથી અમદાવાદ એક ટિકિટના 185 રૂપિયા જ્યારે આખી બસના 5550 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સુરતથી અમરેલીનું એક સીટનું ભાડું 255 રૂપિયા જ્યારે આખી બસનું ભાડું 7650 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. એવી રીતે બોટાદનું ભાડું 220 રૂપિયા અને આખી બસનું ભાડું 6609 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો :  સુરત : કોરોનાના 10 કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં કરિણાયાની શાકભાજીની દુકાનો બંધ રહેશે

    સુરતથી ભાવનગરનું આખી બસનું ભાડું 660 જ્યારે એક સીટનું 220 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સુરતથી જૂનાગઢ એક સીટનું ભાડું 285 રૂપિયા જ્યારે આખી બસનું 8550 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સાવરકુંડલા 270 જ્યારે આખી બસ નું 8100, પાલીતાણા 235 જ્યારે આખી બસ નું 7050, રાજકોટ 245 અને આખી બસ નું 7350 નક્કી કરવામાં આવ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, GSRTC, Saurashtra, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन