સુરત : આગની જ્વાળામાં લપેટાયેલો પતિ દોડ્યો, પત્નીએ ધાબળો નાખી બચાવ્યો, બનાવનો CCTV વીડિયો Viral

સુરત : આગની જ્વાળામાં લપેટાયેલો પતિ દોડ્યો, પત્નીએ ધાબળો નાખી બચાવ્યો, બનાવનો CCTV વીડિયો Viral
સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી વીડિયોમાં કેદ થતા ચકચાર

રહસ્યમય ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વીડિયો, પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ દંપતિનું નિવેદન લીધું. પતિએ ઘરહકંકાશમાં અગ્નિ સ્નાન કર્યુ હોવાની આશંકા

  • Share this:
સુરત : સુરત શહેરમાં પારિવારીક ઝઘડામાં આવેશમાં આવેલાએ પતિએ અગ્નિ સ્નાન કરી લીધું હતું. જોકે, સળગતી હાલતમાં આ પતિ ઘરની બહાર નીકળ્યા બાદ દોડધામ કરતા તેને બચાવવા માટે પત્ની પણ ઘાબળો લઈને દોડી હતી. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. જે શહેરમાં ખૂબ વાયરલ થયા છે.  પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે  આખી ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરતના સૈયદપુરા એક એવી ઘટન સામે આવી છે જૈન લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અહીંયા રહેતા ગણેશ ચૌહાણ તેની પત્ની  રફિયા અને પુત્રી તથા પુત્ર સાથે રહેછે જોકે ગતરોજ રાત્રે પરિવાર સાથે સૂતેલો હતો દરમિયાન દોઢેક વાગ્યાના પતિ ભેદી રીતે સળગી ગયો હતો. જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિ બાદ પત્નીને  પતિની આગ ઠારવા ધાબળો લઈએં આવતા તેપણ દાઝી ગઈ હતી. જોકે આ ઘટના ને લઈને સમગ્ર વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .

બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે  પોલીસ પણ મૂંઝવણ અનુભવી રહી હતી જોકે પોલીસ આ મામલે    મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા પણ દંપતીએ કેવી રીતે આગમાં સપડાયા તે વિશે કંઈ પણ કહ્યું નથી.  પત્ની રફિયાએ રાત્રે અમે સૂતા હતા. અચાનક મારા પતિની પીઠ સળગવા લાગી હતી.

આ પણ વાંચો : આણંદમાં કરૂણ ઘટના : એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી ગોળીઓ ગળી, માતા-દીકરાનું મોત

જેથી એ દોડીને ઘર બહાર નીકળી ગયા, હું પણ એમની પાછળ દોડીને બહાર ગઈ તો જોયું કે તેઓ જમીન ઉપર પડી ગયા હતા. તાત્કાલિક દોડીને ધાબળો અને માટી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારા હાથ પણ દાઝી ગયા હતા.

પત્નીએ કહ્યું કે 15 વર્ષ પહેલાં અમારું ઘર છોડીને જતી રહેલી મારી બહેન છેલ્લા કેટલાક મહિનાઓથી જોર જબરજસ્તીથી અમારી સાથે જ રહેતી હતી. પહેલાં ક્યારેય આવું નથી થયું. પોલીસ તપાસ કરે અને અમને ન્યાય આપે તેવી અપેક્ષા છે.ત્યારે પતિ નું નિવેદન લેતા પતિએ સૂતો હતો. અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો, છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ એવું કહે છે.

આ પણ વાંચો : સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ.જોકે, મામલે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલે છે અને તેના લીધે આવેશમાં આવીને પતિ એ આપગલું ભર્યુ હોય શકે અથવા તેને સળગવાની ઘટના વિસ્તારમાં ચર્ચા છે ત્યારે પોલીસે હાલ આ મામલે અકસ્માત નો ગુનો નોંધી વધ તપાસ સાહરુ કરી છે ટાયરે આ ઘાટાં લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Published by:Jay Mishra
First published:March 05, 2021, 16:23 pm

ટૉપ ન્યૂઝ