'તારો શેઠ આવે તો કહી દેજો કે રૂ.10 લાખ પહોંચાડી દે': સુરતમાં બિલ્ડરને ખંડણીની ધમકી

News18 Gujarati
Updated: September 27, 2019, 5:04 PM IST
'તારો શેઠ આવે તો કહી દેજો કે  રૂ.10 લાખ પહોંચાડી દે': સુરતમાં બિલ્ડરને ખંડણીની ધમકી
ગેંગસ્ટરની તસવીર

સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદ નોંધી મુંબઈના ધર્મેન્દ્ર પંજાબી અને સ્થાનિક ગેગસ્ટર અનિલ કાઠીની શોધખોળ શરુ કરી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ surat શહેરમાં ફરી અન્ડરવલ્ડના નામે ધમકી સાથે ખંડણી (Ransom) માંગવાની ઘટના સામે આવી છે. જેમાં સિટીલાઈટ વિસ્તારના બિલ્ડરની ઓફિસમાં ઘુસી જઇ સ્ટાફને ધાક-ધમકી આપવા ઉપરાંત બિલ્ડરને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી પેટે 10 લાખની માંગણી કરી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી (cctv) સામે આવતા સ્થાનિક ગેંગસ્ટર (Gangster) અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી સહિત આઠ વિરૃધ્ધ ઉમરા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે

સુરતના વેસુ વિસ્તારના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર નેહલ કાંતીલાલપોતાના ભાગીદાર અનિલ અને અવનીશ ગજ્જર સાથે સીટીલાઇટ રોડના હિરાપન્ના શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે. બિલ્ડર નેહલ ગત રોજ કામ અર્થે વડોદરા ગયા હતા ત્યારે માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણા હીરાપન્ના શોપીંગ સેન્ટરની ઓફિસમાં જબરજસ્તી ઘુસી ગયા હતા.

અચાનક અનિલ કાઠીને ઘસી આવેલો જોઇ તુરંત જ ઓફિસના કર્મચારી રાજન માવાપુરીએ આ અંગેની જાણ નેહલને વોટ્સઅપ પર કરી હતી. નેહલે વોટ્સઅપ પર વળતો જવાબ આપ્યો હતો કે તે હાલમાં બહાર છે. જોકે નેહલે પોતાની ઓફિસમાં કોણ આવ્યું છે અને શું ચાલી રહ્યું છે તેના માટે મોબાઇલ થકી ઓફિસનો તાગ મેળવ્યો હતો. જેમાં ઓફિસની અંદર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી ખુરશી પર બેસેલા નજરે પડયા હતા.

આ અરસામાં જ અનિલ કાઠીએ નેહલ અનિલને ફોન કર્યો હતો. પરંતુ નેહલે ફોન રિસીવ કર્યો ન્હોતો. જેથી અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી ઉશકેરાયા હતા અને ઓફિસમાંથી બહાર નીકળતી વેળા સ્ટાફને ધમકી આપી હતી કે આજે તારો શેઠ મળ્યો નથી પરંતુ જો મળ્યો હોત તો તેને જાનથી મારી નાંખવાના હતા. તારો શેઠ આવે તો કહી દેજો કે 10 લાખ રૃપિયા પહોંચાડી દે એમ કહી ચાલ્યા ગયા હતા.

દરમિયાનમાં આજેગતરોજ નેહલ વડોદરાથી પરત આવી રહ્યો હતો ત્યારે ઓફિસ સ્ટાફના રાજન સાથે વાતચીત કરતા અનિલ કાઠીએ આપેલી ધમકીની જાણ થઇ હતી. જેથી નેહલે અનિલ કાઠીને ફોન કરી કેમ જબરજસ્તી ઓફિસમાં ઘુસી ગયા હતા અને ધમકી આપે છે એમ કહેતા અનિલે ફોન પર નેહલને ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે 10 લાખ નહી આપે તો જોઇ લઈશ. તું કેટલી વારમાં 10 લાખ મને આપે છે હું તારી ઓફિસે આવું છું કહી રૃપિયા તો આપવા જ પડશે.

આ પણ વાંચોઃ-સુરતઃ બાઇક અકસ્માતમાં યુવકનું મોત, એક મહિનામાં થવાના હતા લગ્નઉપરાંત તું ઓફિસમાં નહિ મળે તો ઘરનું સરનામું લઈ રાતના તારા ઘરે આવુ છું એવી ધમકી આપી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા બિલ્ડર આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયો હતો જ્યાં સીસી ટીવી ના આધારે પોલીસે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી સહિત આઠ વિરૃધ્ધ સામે આઈપીસી કલમ 143, 147, 384, 452, 507 અને 511 મુજબનો ગુનો નોંધ્યો છે.

જોકે આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છીની પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઇન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને પંજાબી અને છોટારાજને ધમકી આપી હતી.

ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો હતો. હાલમાં ધર્મેન્દ્ર મુંબઈમાં બાર ચલાવતો હોવાની વાત છે.જયારે સ્થાનિક ગેગસ્ટર અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે, 25મી જુલાઇએ માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિષ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ બે વાર તડીપાર કરાયો છે.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading