સુરત: રહીશોએ ખોલી તંત્રની પોલ, ફાયર સેફ્ટી નહીં છતાં 11 માળની બિલ્ડીંગને આપી BUC અને ફાયર NOC

સુરત: રહીશોએ ખોલી તંત્રની પોલ, ફાયર સેફ્ટી નહીં છતાં 11 માળની બિલ્ડીંગને આપી BUC અને ફાયર NOC
ફાયર સેફ્ટી નહીં છતા મળી ફાયર એનઓસી

બિલ્ડિંગને એન.ઓ.સી અને બીયુસી આપવામાં આવ્યો સાથે જ બિલ્ડીંગ બનાવનાર માધવ કોર્પોરેશન લોકોના જીવ જોખમમાં મુકાયો હોવાનો આક્ષેપ કર્યો હતો

  • Share this:
સુરત: શહેરમાં વારંવાર આગની ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાય છે, જેને લઇને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે, ત્યારે કતારગામ વિસ્તારમાં સ્કાય આઈકોન બંધાયેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાર્ટી મુકવાની માંગ કરવામાં આવી હતી. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી વગર કેવી રીતે બિલ્ડિંગને એન.ઓ.સી અને બીયુસી આપવામાં આવ્યો સાથે જ બિલ્ડીંગ બનાવનાર માધવ કોર્પોરેશન લોકોના જીવ જોખમમાં મુકાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરતમાં અનેક વખત આગની ઘટનાઓ સર્જાતી હોય છે, જેમાં કેટલીક ઘટનાઓ ગંભીર હોવાને લઈ તેમાં દુર્ઘટના પણ સર્જાતી હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે લોકોની જાગૃતિ સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં બંધાયેલી સ્કાય આઈકોન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી તેમ છતાં બિલ્ડિંગને એન.ઓ.સી અને buc આપવામાં આવ્યું છે જેની સામે લોકોએ વિરોધ ઉઠાવ્યો છે અને રહીશોએ ફાયર સેફ્ટીની માંગ કરી છે.સ્કાય આઈકોનના રહિશોએ કહ્યું કે, બિલ્ડર અને પાલિકાના ફાયર વિભાગના મેલાપીપણામાં રહીશો પરેશાન થઈ રહ્યાં છે. 11 માળની ઇમારતમાં ફાયર સેફ્ટી બંધ હોવા છતાં પાલિકાએ NOC આપી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. ફાયર સેફટીના ખોટા ફોટા રજૂ કરી ઇમારતની BUC અને NOC મેળવાઈ હોવાનો આરોપ કરાયો છે. બિલ્ડર દ્વારા બતાવામાં આવેલ પ્લાન મુજબની કોઈ પણ જાતની સુવિધા ન હોવા છતાં પાલિકા માધવ કોર્પોરેશનના બિલ્ડરો પર મહેરબાન થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

આ બિલ્ડીંગનું બીયુસી 13-5-2019ના રોજ કોર્પોરેશને આપ્યું છે. જો કે, હજુ સુધી ફાયર સેફ્ટી ઉભી કરાઈ નથી તો કેવી રીતે બીયુસી આપ્યું તે સવાલ છે. અમે બિલ્ડરને રજૂઆત કરી છે. પરંતુ તેઓ કંઈ કરતા નથી. અમને પાર્કિંગ પણ અપાયું નથી. અમે કોર્પોરેશનમાં પણ અગાઉ ઘણી ફરીયાદો કરી ચૂક્યાં છે. અમે લેખિતમાં પણ ફરીયાદ કરી છે. અમારી કોઈ પણ જાતની એનઓસી રિન્યૂ કરી આપવામાં આવી નથી.

રહીશોએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડર અને ભાગીદાર દ્વારા 11 માળની ઇમારત બનાવવામાં આવી છે જેમાં અઠ્યાસી ફ્લેટમાં રહેતા રહીશો ફાયર સેફ્ટીની સુવિધા વિના જીવ જોખમમાં મુકાઇ ગયા છે આ ઉપરાંત ઇમારતની ફરતે રેમ્પ અને ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર પતરાના શેડ બનાવાયા છે.આ બાબતે પાલિકાને અલગ અલગ 6 ફરિયાદ કરાઈ છે.પાલિકાના ફાયર વિભાગ અને બિલ્ડરોની મિલીભગતની વિજિલન્સ તપાસ કરવા માંગ કરાઈ છે. આગ લાગવાની ઘટના બને તો ફાયર ગાડી અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર દ્વારા તમામ રહેણાક ઇમારતમાં ફરજિયાત ફાયર સેફટી લગાવવાના આદેશ છે તેમ છતાં આ બિલ્ડીંગમાં સમસ્યા હોવાનું રહિશો કહી રહ્યાં છે.
Published by:kiran mehta
First published:December 02, 2020, 19:34 pm