સુરત : બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, માથાફરેલા દીયરે ભાભીને કમર અને હાથમાં ચપ્પાના ઘા ઝીંક્યા

સુરત : બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, માથાફરેલા દીયરે ભાભીને કમર અને હાથમાં ચપ્પાના ઘા ઝીંક્યા
પીડિત મહિલાને હૉસ્પિટલમાં ઇજા થતા સારવાર મમાટે લઈ જવી પડી હતી. (પ્રતિકાત્મક તસવીર)

સુરતમાં પરિવારની સામાન્ય બાબતમાં ખૂની ખેલ, પીડિત મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી, પોલીસ ફરિયાદ દાખલ

  • Share this:
સુરતમાં (Surat) એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં (Pandesara Surat) જમવા માટે બે ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં (fight Between Brothers) નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પાછળ ચપ્પુ લઇને દોડી ભાભીને ચપ્પુ મારતા આખરે ભાભીને સારવાર માટે હોસ્પિટલ (Brother in Law attacked sister in Law) ખાતે ખસેડવામાં આવી હતી

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ સામાન્ય  બાબતે ચપ્પુ મારવાની ઘટના સુરતમાં સામે આવી રહી છે. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. કારણકે ખૂૂબ સામાન્ય બાબતે અને પરિવારમાં થયેલી માથાકૂટમાં ઝઘડા થતા જોયા હશે પણ અહીંયા તો પારિવારિક ઝઘડામાં રમાયો ખૂની ખેલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ  ગોકુલધામ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય મહિલા સપના ધર્મપાલ તાવડેને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા.આ પણ વાંચો : સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'

જોકે આ મહિલાને અન્ય કોઈ વ્યક્તિએ નહીં પણ તેના દિયરે જ ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં પરિવારમાં રહેતા આ મહિલાના પતિ અને તેના નાના ભાઈ વચ્ચે જમવા બાબતે પરિવારમાં માથકૂટ થયી હતી જોકે  ત્યારબાદ રાષ્ટ્રપાલે તેના મોટા ભાઈનો મોબાઇલ નીચે પછાડયો હતો. તેથી મોટા અને નાના ભાઇ અને ભાભી વચ્ચે ઝઘડો ઉગ્ર બની ગયો હતો.

તે દરમિયાન ઉશ્કેરાઇને રાષ્ટ્રપાલ ચપ્પુ લઇને  ધર્મપાલ અને સપના પાછળ દોડયો હતો અને સપનાને ચપ્પુના ઘા મારી દીધા હતા જોકે મૂળ મહારાષ્ટ આ પરિવારમાં બનેલી ઘટના અને લઈને એક સમાયે વિસ્તારમાં લોકો વિચારમાં પડી ગયા હતા કે જમવાના સામાન્ય મુદ્દે બે  ભાઈ ભાઈના ઝઘડામાં નાના ભાઈ ભાભીને ચાપુના ઘા મારી દીધા હતા.

આ પણ વાંચો : સુરત : 'ઓરત હી ઓરત કી દુશ્મ હોતી હે,' ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈની ધરપકડ

જોકે ઇજાગ્રસ્ત ભાભીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે દિયરે ભાભી ને  કમર અને ડાબા હાથમાં ઘા માર્યા હતા. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. એક ભાઈ પર હુમલો કરનાર દીયર હાલમાં ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:February 28, 2021, 08:45 am

ટૉપ ન્યૂઝ