સુરત : રક્ષાબંધનના દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા યુવા કાપડ વેપારીનો આપઘાત


Updated: August 5, 2020, 9:37 AM IST
સુરત : રક્ષાબંધનના દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા યુવા કાપડ વેપારીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

રક્ષાબંધનને દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા આવેશમાં આવી પોતાના ઘરમાં ગળેફાસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો છે.

  • Share this:
સુરત : રક્ષાબંધનમાંબહેન રાખડી બાંધવા ન આવતા ભાઇના આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં રહેતા અને કાપડ વેપાર સાથે જોડાયેલા  યુવાને રક્ષાબંધનને દિવસે બહેન રાખડી બાંધવા નહિ આવતા આ વાતનું ખોટુ લાગી આવતા આવેશમાં આવી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી

રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રવિત્ર તહેવાર આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને અને ભાઈ બહેની રક્ષા કરવાની જવાબદારી લેતા હોય છે. ત્યારે આજ દિવસે બહેન ભાઈને ભૂલી જાય તેવું બનતું નથી. સુરતના અડાજણ વિસ્તારમાં  પાલનપુર-કેનાલ રોડ પર સ્તુતિ એરીષ્ટામાં રહેતા કમલેશ મોહનલાલ સામનાની  ટેક્સટાઈલના વ્યવસાય સાથે જોડાયેલા છે. સલાબતપુરામાં રતન માર્કેટમાં તેમની એજન્સી છે. સોમવારે રક્ષાબંધનના રોજ તેમની બહેન  લવીના રાખડી બાંધવા આવી શકી ન હતી. તેથી કમલેશને આ વાતનું માઠું લાગી આવ્યું હતું. સોમવારથી તેઓ હતાશ હતા. ઘરમાં પણ કોઈની સાથે વાત કરતા ન હતા. મંગળવારે બપોરે સમયે હતાશ થયેલા કમલેશભાઈ આવેશમાં આવી જઈને  પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો - હાઇકોર્ટે ગુજરાત સરકારને લીધી આડે હાથે, કહ્યું કોરોનાના ટેસ્ટ વધારો અને સંક્રમણનું અસલી ચિત્ર રજૂ કરો

જોકે, આ ઘટની જાણકારી મળતા પરિવારના લોકો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને કમલેશ ભાઈને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે 108ને જાણકારી આપી હતી. 108ના કર્મચારી તાતકાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને કમલેશ ભાઈને  તપાસતા તેમને મુત જાહેર કર્યા હતા.

આ પણ જુઓ - 
જોકે, ઘટનાની જાણકરી મળતા અડાજણ પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચી આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે પિતરાઈ બહેન લવીના અડાજણમાં રાજ કોર્નર પાસે વાસુપુજ્ય એપાર્ટમેન્ટમાં રહે છે. લવીનાના પિતાને કોરોના પોઝિટવ છે. તેમજ તેમનું આખું એપાર્ટમેન્ટ ક્વોરન્ટીન હતું. તેથી લવીના આવી શકી નહતી. મૃતક વેપારીને સગી બહેન ન હોવાથી પિતરાઈ બહેન જ હંમેશા રાખડી બાંધતી હતી.

આ પણ વાંચો - નર્મદાના ખેડૂતની અનોખી રામ ભક્તિ, ગલગોટાની ખેતી દ્વારા લખ્યું 'જય શ્રી રામ' - Photos
Published by: Kaushal Pancholi
First published: August 5, 2020, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading