સુરત : બહેનને અપશબ્દો બોલી રહેલા યુવક પર ભાઈએ ચપ્પુથી હુમલો કરી દીધો


Updated: August 7, 2020, 9:53 AM IST
સુરત : બહેનને અપશબ્દો બોલી રહેલા યુવક પર ભાઈએ ચપ્પુથી હુમલો કરી દીધો
પ્રતિકાત્મક તસવીર

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે મહારાષ્ટ્રથી રીતેશ મોરે રક્ષાબંધન કરવા ખાસ સુરત ખાતે આવ્યો હતો.

  • Share this:
સુરત : શહેરમાં ચપ્પાથી હુમલા (Attack with Knife)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ભાઈ (Brother)એ પોતાની બહેન (Sister)ને અપશબ્દો કહી રહેલા એક યુવાન પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે (Limbayat Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે રક્ષાબંધન (Rakshabandhan) કરવા મહારાષ્ટ્રથી તેનો ભાઈ આવ્યો હતો. આ સમયે એક યુવાને ભાઈની હાજરીમાં તેની બહેનને અપશબ્દો કહી રહ્યો હતો. ભાઈએ યુવાનને આવું ન કરવાનું કહેતા અપશબ્દો બોલનાર યુવક ચપ્પુ લઇને આવ્યો હતો. જોકે, આ સમયે બહેનના ભાઈએ તેના હાથમાંથી ચપ્પુ ઝૂટવીને તેને જ મારી દીધું હતું.

સુરતમાં સામાન્ય બાબતમાં હત્યાના બનાવો બનતા રહે છે. દરરોજ આવી કોઈ ઘટના સુરતમાં નોંધાતી રહે જ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતી બહેનના ઘરે મહારાષ્ટ્રથી રીતેશ મોરે રક્ષાબંધન કરવા ખાસ સુરત ખાતે આવ્યો હતો. રીતેશ બહેનના ઘરે પહોંચ્યો ત્યારે બહેનની સોસાયટીમાં રહેતા ગણેશ સુરેશ બોરસે તેની બહેનને અપશબ્દો બોલી રહ્યો હતો.

આ પણ વાંચો : દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતા પિતાએ માથામાં ધોકો મારી હત્યા કરી નાખી

જે બાદમાં રીતેશ મોરેએ ગણેશ સુરેશ બોરસેને ઠપકો આપ્યો હતો. ત્રણેક દિવસ અગાઉ તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જોકે, ગત રાત્રે ગણેશ ચપ્પુ લઇને આવ્યો હતો અને આજે તને પતાવી જ દઇશ એમ કહી રીતેશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીતેશે ગણેશનું ચપ્પુ ઝૂંટવી લઇને તેના પર વળતો હુમલો કરી પેટમાં એક ઘા મારી દીધો હતો. જે બાદમાં ગણેશ ત્યાં જ પડી ગયો હતો.

નીચે વીડિયોમાં જુઓ  મોર્નિંગ 100
ઇજાગ્રસ્ત ગણેશને તાત્કાલિક સોસાયટીના રહીશો સારવાર માટે હૉસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ બનાવ સ્થળ પર પહોંચી હતી અને રીતેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે કે રીતેશ મોરે મહારાષ્ટ્રના માલેગાંવમાં રહે છે અને રક્ષાબંધન હોવાથી તે સુરત આવ્યો હતો. અહીં બહેનને અપશબ્દો કહેનાર ગણેશને સબક શીખવાડવા હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે આ મામલે રીતેશની ધરપકડ કરવા માટેની કવાયત શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading