Home /News /south-gujarat /

સુરતમાં 14 વર્ષની સગીરાને આપી લગ્નની લાલચ, યુવકે વારંવાર દુષ્કર્મ આચરી વીડિયો કર્યા વાયરલ

સુરતમાં 14 વર્ષની સગીરાને આપી લગ્નની લાલચ, યુવકે વારંવાર દુષ્કર્મ આચરી વીડિયો કર્યા વાયરલ

યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ. (પ્રતીકાત્મક તસવીર)

Surat News: યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો

સુરત:  શહેરમાં (Surat News) સતત નાની બાળકી અને કિશોરીઓને લગ્નની લાલચ આપીને બળાત્કાર (molestation Minor) કરવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અડાજણ ખાતે રહેતી કિશોરીને એક યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી અંગત પળોના વીડિયો (threaten to viral video) ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ચાર મહિના સુધી દુષ્કર્મ આચાર્યુ હતુ. જે બાદ યુવકે વીડિયો પોતના મિત્રોમાં વાયરલ કરતા કિશોરીના પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.

આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને હાલમાં સુરત કોર્ટ દ્વારા આકરી સજા કરી સમાજમાં દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી  રહ્યો છે. ત્યારે આવી કડક સજાની પણ આરોપીઓ પર કોઈ અસર થતી નતી તેવું લાગી રહ્યું છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે  ઘર નજીક રહેતી કિશોરી સાથે આંખ મળી જતા પ્રેમ સંબધ બાંધ્યો હતો. જોકે આ યુવક કિશોરી પર પહેથી દાનત ખરાબ હોવાને લઇને યુવકે 14 વર્ષની કિશોરીને  લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો - સુરત: લો બોલો, હવે ટ્રિપલ તલાકના કાયદાનો પણ તોડ શોધી નાંખ્યો, આ રીતે થાય છે છટકબારી

યુવકે કિશોરી સાથે માણેલી અંગત પળોના વીડિયો ઉતારી  આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વીડિયો  પોતાના મિત્રો દીપ અને વીસ્પીને વોટ્સએપ પર મોકલ્યા હતાં. જેથી કિશોરીના વીડિયો વાયરલ ઉમંગે કર્યા હતાં.

આ પણ વાંચો - સુરતમાં વરઘોડા માટે હરતોફરતો મંડપનો વીડિયો વાયરલ, જોઇને તમે પણ બોલી ઉઠ્શો વાહ

આ વીડિયો વાયરલ થતાંની સાથે કિશોરીને આ બાબતની જાણકારી મળતા આખરે  કિશોરીના પરિવારે  આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા  અડાજણ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી બાળકીને પીઠ પાછળ બેસાડીને લઈ જતો હોવાના સીસીટીવી સામે આવ્યાં હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Minor, ગુજરાત, સુરત

આગામી સમાચાર