સુરતઃ લગ્નની લાલચ આપી યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ, સાત વર્ષ યુવતીને ભોગવી અને રૂ. 60 લાખ પડાવ્યા
સુરતઃ લગ્નની લાલચ આપી યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ, સાત વર્ષ યુવતીને ભોગવી અને રૂ. 60 લાખ પડાવ્યા
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News: છેલ્લા સાત વર્ષથી અવારનવાર યુવતીને મળવા માટે સુરત આવી તેણીને અલગ અલગ હોટલો અને ફાર્મ હાઉસમાં લઇ જઇ તેણીની સાથે શારીરિક સબંધ (physical relation) બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતઃ સુરતના પુણા (surat) વિસ્તારમાં રહેતી યુવતીને સ્કૂલમાં (school) સાથે ભણતા યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. જાકે ત્યારબાદ યુવક બેંગ્લોરમાં તેના માતા-પિતા (mather father) સાથે રહેવા માટે જતો રહ્ના હતો. પરંતુ છેલ્લા સાત વર્ષથી અવારનવાર યુવતીને મળવા માટે સુરત આવી તેણીને અલગ અલગ હોટલો અને ફાર્મ હાઉસમાં લઇ જઇ તેણીની સાથે શારીરિક સબંધ (physical relation) બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
આ સિવાય છેલ્લા ત્રણ મહિનામાં યુવકે યુવતીને વાતોમાં ભોળવી લગ્ન કરવાની લાલચ આપી પોતાને મકાન અને કાર લેવી છે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. યુવતીઍ તેની વાતોમાં આવી ઘરમાં રહેલા રૂપિયા 60 લાખના દાગીના પણ યુવકને આપી દીધા હતા. આ દરમિયાન યુવતીના ઘર પાસે રહેતા યુવકે તેણીના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો.
બનાવની વિગત ઍવી છે કે પુણા વિસ્તારમાં આવેલ રેશ્મા રો હાઉસમાં રહેતી યુવતીના પિતા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. યુવતી શાળામાં અભયસ કરતી હતી ત્યારે રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ (રહે, બેંગલોર) તેની સાથે જ અભ્યાસ કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે 2016 પહેલા મિત્રતા થઇ હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ ઉર્ફે વિકાસ બેંગ્લોર જતો રહ્ના હતો. બેંગ્લોરમાં રાજના પિતાનો ઘડિયાળનો મોટો વ્યવસાય હોવાનું જાણવા મળ્યું છે.
યુવતી જે સોસાયટીમાં રહે છે તે જ સોસાયટીમાં રાજના મામા પણ રહે છે.જેથી બાદમાં અવારનવાર રાજ મામાના ઘરે સુરત આવતો હતો. આ દરમિયાન યુવતીને પ્રેમસંબંધમાં તેણીની સાથે લગ્ન કરવાના વાયદાઓ આપી અવારનવાર અલગ અલગ ફાર્મ હાઉસ અને હોટલોમાં લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધી શોષણ કર્યું હતું. બાદમાં ત્રણ મહિના પહેલા પણ રાજે તેણીને પોતાની પાસે મકાન અને કાર નથી.
જેથી યુવતીને મકાન અને ગાડી લેવા માટે પૈસાની માંગણી કરી હતી. પ્રેમમાં અંધ બનેલી યુવતીઍ તેના માતા-પિતાની જાણ બહાર ઘરમાં કબાટમાં મુકેલા રૂપિયા 60 લાખની કિંમતના 1347 ગ્રામ સોનાના દાગીના છેલ્લા ત્રણ મહિનામાં ઘરમાંથી ટુકડે ટુકડે કાઢી લઇ રાજને આપી દીધા હતા.
જાકે ત્યારબાદ પણ રાજે તેની સાથે લગ્ન ન કરી વધુ પૈસાની માંગણી કરતો હતો. જેથી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતા તેણીઍ આ મામલે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર