સુરતઃ ગર્લ્ડફ્રેન્ડને જોવા આવેલા યુવકનો ફોટો લઇને બોયફ્રેન્ડે કર્યું મોટું કારસ્તાન

News18 Gujarati
Updated: January 12, 2019, 8:35 AM IST
સુરતઃ ગર્લ્ડફ્રેન્ડને જોવા આવેલા યુવકનો ફોટો લઇને બોયફ્રેન્ડે કર્યું મોટું કારસ્તાન
પ્રતિકાત્મક તસવીર

ર્લ્ડફ્રેન્ડની મદદ કરવી અડાજણના યુવકને ભારે પડી હતી. યુવતીને જોવા આવેલા યુવાને સોશિયલ મીડિયામાં બળાત્કારી અને હત્યારો ચીતરી નાંખ્યો હતો.

  • Share this:
સુરત, ન્યૂઝ18 ગુજરાતીઃ  સામાન્ય રીતે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધી ગયું છે. તો સાથે સાથે સોશિયલ મીડિયા થકી ગુનાઓ આચરવાનું પણ વધુ ગયું હોય એમ છાસવારે આવા કિસ્સાઓ બનતા રહે છે. આમ સોશિયલ મીડિયામાં વિકૃતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છથે. ગર્લ્ડફ્રેન્ડની મદદ કરવી અડાજણના યુવકને ભારે પડી હતી. યુવતીને જોવા આવેલા યુવાને સોશિયલ મીડિયામાં બળાત્કારી અને હત્યારો ચીતરી નાંખ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમરોલી પોલીસ મથકમાં મોટાવરાછા વિસ્તારમાં રહેતા મેહુલ નામના યુવાને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. અડાજણ વિસ્તારમાં રહેતા હર્ષ નામના યુવાને મેહુલને સોશિયલ મીડિયામાં હત્યારો અને બળાત્કારીચીતરી નાંખ્યો હતો. પોલીસે હર્ષની ધપકડ કરતા ચોકાવનારી હકીકત સામે આવી હતી.

આ પણ વાંચોઃ-નર્મદા: પોલીસની નિર્ભયા સ્કવોર્ડે રોમિયોને ઝડપી જાહેરમાં ઉઠકબેઠક કરાવી

પોલીસના જણાવ્યા પ્રમાણે મેહુલ પાલ વિસ્તારમાં રહેતી યુવતીને જોવા ગયોહ તો. તે સમયે બંને પરિવારરાજી થતાં યુવક-યુવતીના ફોટોની આપ લે કરવામાં આવી હતી. જોકે, યુવતી આ સંબંધથી નાખુશ હતી. તેણીએ પોતાના બોયફ્રેન્ડ એવા હર્ષને વાત કરી હતી. તે સમયે હર્ષે તું ટેન્શન છોડી દે હું જોઇ લઇશ એવો ફાંકો મારી લર્લ્ડફ્રેન્ડ પાસેથી મેહુલનો ફોટો લઇ લીધો હતો.

આ પણ વાંચોઃ- સુરતઃ ગે ડોક્ટરનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતા યુવકની ધરપકડ

ત્યારબાદ તેણે મેહુલને બદનામ કરવા સોશિયલ મીડિયામાં બળાત્કારી અને હત્યારો ચીતરી નાંખ્યો હતો. હર્ષે એક બાળકીના ફોટો ન્યૂઝ ચેનલ પરથી લઇ તેની સાથે મેહુલનો ફોટો એડિટ કરી મેસેજ સોશિયલ મીડિયામાં ફતો કરી દીધો હતો. આ મામલે અમરોલી પોલીસે હર્ષની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
First published: January 12, 2019, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading