Home /News /south-gujarat /

સુરતના સરદાર બ્રિજ પરથી આપઘાત કરનાર પ્રયાસને રાહદારીઓએ બચાવ્યો, video viral

સુરતના સરદાર બ્રિજ પરથી આપઘાત કરનાર પ્રયાસને રાહદારીઓએ બચાવ્યો, video viral

ઘટના સ્થળની તસવીર

Surat Crime News: આપઘાત કરવા માટે તાપી નદીમાં ઝંપલાવ્યું એક સમયે ત્યાંથી પસાર થતા રાહદારીઓ આ યુવકને પકડી લીધો હતો.

સુરતઃ સુરતના સરદાર બ્રિજ પર પહોંચ્યો હતો. આપઘાત કરે તે પહેલા જ લોકોએ તેને પકડી પાડી આપઘાત (suicide) કરતાં અટકાવ્યો હતો. જોકે આ યુવકને કરીને જે રીતે બચાવવામાં આવ્યો હતો. તેને લઇને સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) કરતાં આ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ ઊભી થવા પામી છે

સુરતમાં સરદાર શહેરીજનો માટે આપઘાત કરવાનો સૌથી સરળ સાધન બનતું હોય તેવી ઘટનાઓ તો થોડા થોડા દિવસે જોવા મળે છે. પહેલા પણ આપઘાત કરવા જઈ એક યુવતીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બચાવી લીધી હતી ત્યારે એક યુવક બ્રિજ ઉપર પહોંચ્યો હતો.

અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોકો આપઘાત ન કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ ઉપર લોખંડની જાળી મારવામાં આવી છે. અને આપઘાત કરવા માટે તાપી નદીમાં ઝંપલાવ્યું એક સમયે ત્યાંથી પસાર થતા રાહદારીઓ આ યુવકને પકડી લીધો હતો. જોકે યુવતીની બીજી બાજુ હોવાને લઇને અનેક લોકો મદદે દોડી આવ્યા હતા.

અને આ યુવકને ઉપર ચડી દોરડાની મદદથી કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. યુવકના આપઘાત સમયે કરતા સમયની ઘટના સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ સુરતમાં એક જ મહોલ્લાની પાંચ યુવતીઓ પહોંચી પોલીસ સ્ટેશન, યુવકે કર્યું હતું જોરદાર કારસ્તાન

જોકે થોડા સમય પહેલા ગુજરાત રાજ્યના નવા બનેલા ગૃહમંત્રી પંચમભાઈ ડાબા સુરત આવ્યા હતા. તે સમયે પણ આ બ્રિજ પરથી એક યુવતીને આપઘાત કરતા બચાવી હતી. ત્યારે વધુ એક યુવકે આપઘાત કરે પેલા લોકોએ બચાવી લીધો હતો. જોકે આપઘાત કરવાનો યુવક કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

આ યુવક કોણ છે ક્યાં રહે છે અને કયા કારણે આપઘાત કરવાનો છે તે જાણી શકાયું ન હતું. અને સુરતના બ્રિજ ઉપરથી લોકો તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરતા હોય છે ત્યારે વધુ એક રાત્રિઓની સમયસૂચકતા લઈને યુવકનો જીવ બચ્યો હતો. જોકે હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Gujarati news, Latest viral video, Rescue, Surat news

આગામી સમાચાર