સુરત : પ્રેમ સંબંધ તૂટતા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને કર્યો હંગામો, પ્રેમિકા પાછળ ખર્ચેલી રકમ પરત માંગી!

સુરત : પ્રેમ સંબંધ તૂટતા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને કર્યો હંગામો, પ્રેમિકા પાછળ ખર્ચેલી રકમ પરત માંગી!
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય બાબતમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદમાં પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચ કરેલા રૂ. 50 હજાર માંગ્યા હતા.

  • Share this:
સુરત : સુરતમાં પ્રેમ સંબંધમાં (Love) બંધાયેલી યુવતીઓ માટે ચેતવણી તેમજ લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કિસ્સામાં પ્રેમ સંબંધ (Love Relation) તોડી નાખ્યા બાદ પ્રેમી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તે ખરેખર ચોંકાવનારું છે. એક જ સમાજના યુવક-યુવતી (Surat Lover Girl-Boy) વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, એક સામાન્ય બાબતે બંને વચ્ચે થયેલા ઝઘડા (Dispute)ને લઇને સંબંધ તૂટતા (Breakup) પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચેલા 50 હજારની માંગણી કરી તેના ઘરે પહોંચીને હંગામો મચાવ્યો હતો. સાથે યુવતીના ફોટો વાયરલ (Viral) કરવાની ધમકી આપતા આખો મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો. જે બાદમાં યુવતીએ આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી અને ફિજીયોથેરાપીનો અભ્યાસ કરતી યુવતી ફેસબુક પર તેના ગામ અને તેના સમાજના યુવાન સાથે સંપર્કમાં આવી હતી. જોકે, પહેલા ચેટિંગથી શરૂઆત થયા બાદ એકબીજાએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.



આ પણ વાંચો :  પરિણીતાનું ફેક ID બનાવીને મહિલા મિત્રને વીડિયો કોલ કરીને બતાવ્યો ગુપ્ત ભાગ

બંને પ્રેમ સંબંધ બાદ અનારનવાર સાથે ફરવા પણ જતા હતા. એક દિવસ યુવાને યુવતીને પોતાની સાથે એક લગ્ન પ્રસંગમાં ગામમાં સાથે જવાની વાત કરી હતી. જોકે, યુવતીએ આ બાબતે ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલી હદે વધી ગયો હતો. યુવકે યુવતી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને યુવતી સાથે ફરવા પાછળ થયેલા ખર્ચ રૂપિયા 50 હજાર પાછા આપવા માટે કહ્યું હતું. જો રૂપિયા પરત નહીં આપે તો યુવતી સાથેના અંગત ફોટોગ્રાફ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો :  વલસાડ : પોલીસ કર્મીએ પત્નીનાં પૂર્વ પ્રેમીને બોલાવી, નગ્ન કરી માર્યો માર

ગત 12મીએ યુવક આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતીના પરિવારની હાજરીમાં હંગામો મચાવ્યો હતો. યુવતીના માતા-પિતાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદમાં યુવતી કતારગામ પોલીસ મથકે પહોંચી હતી અને આરોપી યુવક સુનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:March 16, 2020, 13:40 pm

टॉप स्टोरीज