Home /News /south-gujarat /સુરતમાં યુવતીએ સગાઇ તોડી નાંખતા યુવકે તેના ઘરે જઇને કર્યું આવું

સુરતમાં યુવતીએ સગાઇ તોડી નાંખતા યુવકે તેના ઘરે જઇને કર્યું આવું

પ્રતિકાત્મક તસવીર

સગાઇ તોડી નંખાતા કામરેજના યુવકની લસકાણા ખાતે યુવતીના ઘરે જઇ હંગામો કર્યો હતો. લફેલ બોલવા સાથે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ યુવતીઓ ક્યારેક યુવક સાથે કરેલી સગાઇ તોડી નાંખતી હોય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં યુવક દ્વારા યુવતીને હેરાન કરવાની કોશિશ થતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં સગાઇ તોડી નંખાતા કામરેજના યુવકની લસકાણા ખાતે યુવતીના ઘરે જઇ હંગામો કર્યો હતો. લફેલ બોલવા સાથે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હતી. જોકે, પરિવારે પોલીસને બોલાવતા યુવક ભાગી ગયો હતો.

    કામરેજમાં રઘુનંદન સોસાયટીમાંરહેતા રવિ બાબુભાઇ નારીગરાની સગાઇ લસકાણાની યુવતી સાથે થઇ હતી. જોકે, રવિની વર્તણૂક સારી ન હોવાથી યુવતી અને તેના પરિવારજનોએ સગાઇ તોડી નાંખી હતી. જેની અદાવત રાખીને ગત. 13મીએ સાંજે રવિ લસકાણા યુવતીના ઘરે ગયો હતો.

    અહીં તેણે ઘરમાં જઇ ભારે તમાશો કર્યો હતો. યુવતીને પોતાની સાથે આવવા જણાવી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સાથે નહીં આવે તો જીવતી છોડીશ નહીં એવી ધાકધમકી આપી હતી. સગાઇમાં જે ખર્ચો થયો છે તે ખર્ચો આપવાની વાત કરી હંગામો કર્યો હતો. યુવતીએ કોલ કરી પોલીસને બોલાવી તો રવિ ભાગી છૂટ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે સરથાણા પોલીસે રવિ નાગીગરા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Boy, Engagement, છોકરી, દક્ષિણ ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन