સુરતમાં સ્નાન કરતી પરિણીતાના ચોરીછૂપીથી યુવકે પાડ્યા ફોટા અને પછી...

News18 Gujarati
Updated: March 9, 2019, 12:09 PM IST
સુરતમાં સ્નાન કરતી પરિણીતાના ચોરીછૂપીથી યુવકે પાડ્યા ફોટા અને પછી...
પ્રતિકાત્મક તસવીર

સુરતના કાપોદ્રામાં રહેતી 25 વર્ષીય પરિણીતાને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ ઉપર અશ્લીલ ફોટા મોકલાયા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના કાપોદ્રામાં રહેતી 25 વર્ષીય પરિણીતાને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ ઉપર અશ્લીલ ફોટા મોકલાયા હતા. ઘરમાં સ્નાન કરતા પોતાના ફોટા જોઇ પરિણીતા ચોંકી ગઇ હતી. અને આ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે પીએસઆઇ જે.બી. આહીર અને તેમની ટીમમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપી 33 વર્ષીય નિલેશ રમણીકભાઇ સાવલિયાને( જે કામરેજના ખોલવડના ઓપેરા પેલેસમાં રહે છે.) પકડી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ-બળાત્કાર બાદ મહિલાને સળગાવી દીધી, મહિલાએ બાથ ભીડી લેતા પુરુષનું મોત

પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનારી પરિણીતાની નણંદ નિલેશ સાવલિયાના ઘર પાસે રહેતી હોવાથી નિલેશ સાથે ઓળખાણ થઇ હતી. નિલેશે ફ્રેન્ડશિપની ઓફર કરતા પરિણીતાએ ફ્રેન્ડશિપ કરવાનો ઇન્સકાર કરી દીધો હતો. બ્લેકમેઇલ કરી ફ્રેન્ડશિપ કરવાના ઇરાદે નિલેશે આ કરતૂત કરી હતી.
First published: March 9, 2019, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading