સુરતમાં પોલીસના બાતમીદારની શંકાએ યુવકની જાહેરમાં હત્યા

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: June 19, 2019, 6:18 PM IST
સુરતમાં પોલીસના બાતમીદારની શંકાએ યુવકની જાહેરમાં હત્યા
યુવકની જાહેરમાં કરતો હત્યારો
News18 Gujarati
Updated: June 19, 2019, 6:18 PM IST
કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો. મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. તેવા વહેમના આધારે હત્યા કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત હત્યાના અને ગંભીર ગુનાઓ સતત વધી રહ્યા વહે છતાં પણ પોલીસે પોતાની નિદરમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈ કાલે મંગળવારે રાત્રીના સમયે લીંબાયત લિંબાયત વિસ્તારમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે. તેવો વહેમ રાખી સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો. ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

આમ હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે હુમલાખોરો ભાગી ગયા છે. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.જ્યારે બીજી બાજુ હત્યા કરતો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં જોઈ શકીએ છે કે જાહેરમાં લાકડાના ફટકા વડે ઉપરા છાપરી ધા મારી હત્યા કરી રહ્યો છે.

હાલમાં તો લીંબાયય વિસ્તારમાં ગુનાખોરી સતત વધી રહી છે છતાં પણ સુરત પોલીસ લીંબાયત ઉધના જેવા વિસ્તારો ખાસ ધ્યાન આપે તો ગુનાઓ પર અંકુશ મુકાઈ પણ સુરત પોલીસની અલગ અલગ ટિમો પણ નિંદરમાં હોય તેમ લાગે છે સુરત પોલીસ કમિશનરની ટિમ પીસીબી ડીસીબી એસઓજી વગેરે ટિમ ની કામગીરી પણ કાંઈ ખાસ છે નહીં.
First published: June 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...