Home /News /south-gujarat /

સુરતઃ પત્નીની છેડતી મુદ્દે ઝઘડાની અદાવતમાં જાહેરમાં યુવકી ઘાતકી હત્યા

સુરતઃ પત્નીની છેડતી મુદ્દે ઝઘડાની અદાવતમાં જાહેરમાં યુવકી ઘાતકી હત્યા

પ્રતિકાત્મક તસવીર

સુરતના ભરીમાતા, કોઝવે રોડ ઉપર માથામાં લોખંડના પાઇપના 4-5 ઘા મારી યુવકની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના ભરીમાતા, કોઝવે રોડ ઉપર માથામાં લોખંડના પાઇપના 4-5 ઘા મારી યુવકની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ હતી. પુત્રને ટ્યૂશને મૂકી એક્ટિવા ઉપર પરત ફરતા સિંગણપોરના દીપક મોરેનું હુમલો થયા બાદ સ્થળ ઉપર જ મોત થયું હતું. જમીન દલાલીના ધંધામાં હસ્તક્ષેપ અને પત્નીની છેડતીના વહેમમાં થયેલા ઝઘડામાં હત્યા કરાઇ હતી. પોલીસે આરોપી પ્રફૂલ ઉર્ફે સોનુ મરાઠીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે સિંગણપોર કોઝવે રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય દીપક બાબુભાઇ મોરે મકાન લે-વેચનું કામ કરતો હતો. દીપક પહેલા ચાઇનીઝની લારી ચલાવતો હતો. દીપકને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્ર છે. દરમિયાનમાં મંગળવારે સાવેર આઠેક વાગ્યે પુત્રને ટ્યૂશન મૂકવા ગયો હતો.

    રિવરપાર્ક સોસાયટીમાં પુત્રને ટ્યૂશને મૂકી તે એક્ટિવા ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોઝવે નજીક વિશાલા રેસ્ટોરન્ટ પાસે પાછળથી એક્ટિવા ઉપર એક યુવકને તેના તરફ ધસી આવ્યો હતો. હેલમેટ અને બ્રાઉન જેકેટ પહેરીને આવેલા આ યુવકે એક્ટિવા આંતરી દીપક ઉપર એટેક કરી લીધો હતો. લોખંડના પાઇપથી દીપકના માથા ઉપર ઉપરાછાપરી ઘા કરાયો હતો. 4-5 ઘા કરી હુમલાખોર નાસી છૂટ્યો હતો. ઘાતકી હુમલો થતાં દીપક સ્થળ ઉપર જ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ તેનું મોત થયું હતું.

    જાહેરમાં થયેલી હત્યાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. લાલગેટ પોલીસે તરત સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી ઓળખાઇ ગયો હતો.

    ક્રાઇમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસની ટીમે વર્ક કરી ગણતરીનાકલાકોમાં પ્રફૂલ ઉર્ફે સોનું અરુણભાઇ નાથજોગીને કતારગામ દરવાજા ખાતેથી પકડી પાડ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રફૂલ જમીલ દલાલ છે. દોઢેક વર્ષ વહેલાં પત્નીની છેડતી કરતો હોવાની શંકામાં દીપક મોરેએ પ્રફૂલ સાથે ઝઘડો કર્યો હતો.

    આ મામલે તેઓ વચ્ચે ખટરાગ ચાલતો હતો. આ ઉપરાંત બંને જણા દલાલી કરતા હોય આ મામલે પણ તેઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ધંધામાં હસ્તક્ષેપ કરતો હોવાના મુદ્દે પણ પ્રફૂલનો દીપક ઉપર ગુસ્સો હતો. જેના પગલે આ કૃત્ય આચર્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, Wife, સુરત, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन