સુરતઃ ગર્લફ્રેન્ડના ઝઘડા અંગે સમાધાન કરવા ગયેલા યુવકની ચપ્પા વડે હત્યા

News18 Gujarati
Updated: December 1, 2019, 7:47 PM IST
સુરતઃ ગર્લફ્રેન્ડના ઝઘડા અંગે સમાધાન કરવા ગયેલા યુવકની ચપ્પા વડે હત્યા
પ્રતિકાત્મક તસવીર

છોકરી બાબતે થયેલા ઝઘડમાં સમાધાન કરવા ગયેલા યુવકને ચપ્પું મારી હત્યા કરવાની ઘટનામાં ચોકબજાર પોલીસે આરોપીને પકડી લીધો છે.

  • Share this:
સુરતના (surat) ડભોલી વિસ્તારમાં રહેતા અને નજીકની શાળામાં અભ્યાસ કરતા ચાર તરુણો પૈકી બે તરુણો વચ્ચે ગર્લફ્રેન્ડ (Girl Friend) બાબતે ઝઘડો થયો હતો. આથી એક તરુણે પોતાના પરિચિત રાકેશ શંકરભાઇ સોનારધરેને વાત કરી હતી.

જયારે બીજા તરુણે તેના પરિચિત સંદીપ ઉર્ફે મામાદેવ રાઘવભાઈ પીપલીયાને વાત કરી હતી. શુક્રવારના રાત્રીના10.30 વાગ્યાના અરસામાં સંદીપ તેના મિત્ર પાર્થરાજ દીપસંગ ચૌહાણ સાથે રાકેશની સોસાયટીના નાકે પહોંચ્યો હતો અને સમાધાનની વાત કરવા રાકેશને બોલાવ્યો હતો.

આ પણ વાંચોઃ-photo: સુરતમાં પાવર લુમ્સ ઉપર અસામાજીક તત્વોનો પથ્થરમારો

ત્યારે ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મૂળ મહારાષ્ટ્રના નાગપુરનો વતની રાકેશ બે વખત કહેવડાવ્યા બાદ આવ્યો હતો. તે આવતા જ સંદીપ અને પાર્થરાજે ઝઘડો કરી તેની છાતીમાં અને ગળામાં ચપ્પુના (Knife attack) ઘા માર્યા હતા અને ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ-નશામાં ધૂત મહિલાઓ સાથે રેપ કરનાર આ બે સિંગરને મળી કડક સજા

બાદમાં રાકેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેનું મોત નીપજ્યું હતું. મોત થતા ચોકબજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાકેશના ભાઈ ભાવેશની ફરિયાદના આધારે સંદીપ અને પાર્થરાજ વિરુદ્ધ હત્યાનો (murder) ગુનો નોંધી સંદીપની ધરપકડ કરી સંદીપ વિરુદ્ધ અગાઉ મારામારીના ગુનાઓ નોંધાયા છે.આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રાફિકનો દંડ ભરવા અંગે મિત્રની હત્યા, બાઈક ચલાવવા લઇ ગયો હતો મૃતક

હત્યા પાછળનું પ્રાથમિક ગરફ્રેન્ડના ઝગડામાં હત્યા કરવામાં આવી હતી જેને લઈ હાલમાં પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી અને બીજા આરોપીને શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત હવે ધીમે ધીમે ક્રાઈમ સીટી તરીકે ઓળખાતું થાતું જાય છે. કારણ કે સુરતમાં છાસવારે હત્યાના બનાવો બનતા રહે છે. અને અન્ય ગુનાઓ પણ એટલા જ પ્રમાણમાં બનતા રહે છે.
First published: December 1, 2019, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading