સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ! પરિવાર સાથે નીકળેયાલ યુવકને બાળકો અને પત્ની સામે જ ઉતાર્યો મોતને ઘાટ
સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ! પરિવાર સાથે નીકળેયાલ યુવકને બાળકો અને પત્ની સામે જ ઉતાર્યો મોતને ઘાટ
યુવકની છરી વડે કરાઈ હત્યા
Surat Crime News: શહેરના રાંદેરમાં બ્રિજ પર પીઠમાં ચપ્પુ ઘુસાડીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યારાએ પરિવાર સામે જ યુવકના પીઠમાં ચપ્પુ (knife attack) ઘુસાડી દીધું હતું.
સુરતઃ સુરત શહેર જાણે ક્રાઈમ કેપિટલ (crime capital) બની ગયું હોય એમ હત્યાની ઘટના બની રહી છે. જાહેરમાં યુવતીની ગળુ કાપીને (girl murder) હત્યા કર્યાની ચકચારી ઘટના શાંત થઈ નથી ત્યાં બીજી હત્યાની ચકચારી (murder case) ઘટના બની હતી. શહેરના રાંદેરમાં બ્રિજ પર પીઠમાં ચપ્પુ ઘુસાડીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યારાએ પરિવાર સામે જ યુવકના પીઠમાં ચપ્પુ (knife attack) ઘુસાડી દીધું હતું. આ જોઈને પરિવાર પર હેબતાઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથધરી હતી.
ચકચારી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મોપેડ પર પરિવારને લઈને નીકળેલા જુનેદ પઠાણની પીઠમાં ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને પરિવાર સામે જ હત્યા કરતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું. મરનારનું નામ 37 વર્ષીય જુનેદ ગફુરખામ પઠાણ હોવાનું સામે આવ્યું છે. જુનેદ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર સવાર થઈ શાહપોર વાડ જવા નીકળ્યો હતો.
માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ
જીલાની બ્રિજ પર જ અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારતા આખું પરિવાર રોડ ઉપર પડી ગયું હતું. જેનો લાભ લઇ કારમાં આવેલા હુમલાખોરોએ જુનેદ પર તૂટી પડ્યા હતા. માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં જ છોડીને જતા રહ્યા હતા.
પઠાણ પરિવાર સાથે બહાર નીકળ્યો હતો
રવિવારની રજા હોવાથી યુવક જુનેદ પઠાણ તેના પરિવારને લઈને બહાર નીકળ્યો હતો. મોપેડ પર પરિવાર સાથે નીકળેલા યુવકના મોપેડને પાછળથી કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઈને હત્યારાઓ તૂટી પડ્યાં હતાં. યુવકને લોહીના ખાબોચીયામાં પાડી દઈને કારમાં આવેલા હત્યાના આરોપીઓ નાસી ગયાં હતાં.
યુવકના મોતથી પરિવારમાં શોક ફેલાયો
ઘટના અંગે વધુ માહિતી પ્રમાણે જીલાની બ્રિજ પર પરિવારની સામે જ જુનેદની પીઠમાંથી છાતી સોંસરવું ચપ્પુ આરોપીઓએ કાઢ્યું હતું. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
જો કે તબિબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલ યુવકના પરિવારમાં શોક ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં કલ્પાંત પરિવારે કર્યો હતો. યુવકની હત્યા કયા કારણે કરવામાં આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર