Home /News /south-gujarat /સુરતઃ યુવકે 8 વર્ષની બાળાનું કર્યું હતું અપહરણ, કારણ જાણીને આંખો થઇ જશે પહોળી

સુરતઃ યુવકે 8 વર્ષની બાળાનું કર્યું હતું અપહરણ, કારણ જાણીને આંખો થઇ જશે પહોળી

પ્રતિકાત્મક તસવીર

સચિન જીઆઇડીસીની 8 વર્ષની બાળકીને ઉપાડી ગયેલા યુવકને ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી પકડી પાડ્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતીઃ નાની નાની બાળાઓ અને બાળકોના અપહરણની ઘટનાઓ વારંવરા બનતી રહે છે. ત્યારે બે વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે. સચિન જીઆઇડીસીની 8 વર્ષની બાળકીને ઉપાડી ગયેલા યુવકને ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી પકડી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં બે વર્ષ પહેલા 8 વર્ષી બાળાને ઇન્દ્રજીત આરક નામનો યુવક ઉપાડી ગયો હતો. જે અંગે સચિન જીઆઇડીસી પોલીસમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. ગંભીર આ બનાવમાં કોઇ લીડ નહીં મળતા ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિંકિંગ સેલને તપાસ સોંપાઇ હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાળકી અને અપહરણકર્તાને શોધવા વર્કઆઉટ કરતી હતી. ત્યારે પીએસઆઇ મનોજ પાટીલને બાતમી મળી હતી કે, અહરણકાર ઇન્દ્રજીત બાળકી સાથે છત્તીસગઢના દુર્ગ ગામમાં છૂપાયો હતો. જે માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છત્તીસગઢ પહોંચી હતી. અહીં ઇન્દ્રજીતનો ભાઇ પવન મળ્યો હતો. પવનની પૂછપરછમાં ઇન્દ્રજીત બાળકી સાથે પંજાબના લુધીયાણા હોાવની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ લુધીયાણા પહોંચી ગઇ હતી. અને અહીંથી આરોપી ઇન્દ્રજીત ઇશ્વરીય પ્રસાદ આરકને પકડી પાડી અપહ્યત બાળકીને પોલીસે મુક્ત કરાવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ પત્ની તરીકે રાખીને યુવકે ત્યક્તાનું કર્યું વારંવાર શારીરિક શોષણ

પોલીસ તપાસમાં ઇન્દ્રજીતના લગ્ન થયા ન હોય તે લગ્ન માટે માસૂમ બાળાને ઉપાડી ગયો હતો. બાળા પુખ્ત વયની થાય ત્યારે લગ્ન કરવાનો ઇન્દ્રજીતનો ઇરાદો હતો. ઇન્દ્રજીતે લગ્ન માટે નજીકમાં રહેતા પરિચિતની બાળાનું અપહરણ કર્યું હોવાની જાણી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોંકી ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઇન્દ્રજીતનો કબ્જો સચિન જીઆઇડીસી પોલીસને સોંપ્યો હતો.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત, છોકરી, સુરત