સુરતઃ 'મારામાં કોઈ ઘૂસી ગયું છે' કહી યુવાને બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું

News18 Gujarati
Updated: September 6, 2019, 4:02 PM IST
સુરતઃ 'મારામાં કોઈ ઘૂસી ગયું છે' કહી યુવાને બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું
યુવકની ફાઇલ તસવીર

નાનપુરા બહુમાળી બિલ્ડિંગની સરકારી કચેરીનાં એ બ્લોક પરથી 25 વર્ષનો યુવાન પડી જતા અથવા કૂદી જતા મોતને ભેટયો હતો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ વકીલની ઓફિસમાં નોકરી કરતા સગરામપુરાના યુવકનું બહુમાળીની ટેરેસ પરથી ભેદી સંજોગોમાં પટકાતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બહુમાળી બિલ્ડિંગના એ વિંગના ટેરેસ પરથી પડતું મૂકી રાજે આપઘાત કર્યો હોવાની પોલીસે શક્યતા વ્યકત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે નાનપુરા બહુમાળી બિલ્ડિંગની સરકારી કચેરીનાં એ બ્લોક પરથી 25 વર્ષનો યુવાન પડી જતા અથવા કૂદી જતા મોતને ભેટયો હતો આ ઘટનાને પગલે બિલ્ડિંગના કર્મચારીઓમાં હોબાળો મચી જવા પામ્યો હતો. તરફડિયા ખાઈ રહેલા યુવાનને જોઈ કોઈ સરકારી કર્મચારી 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કંટ્રોલને ફોન કરતા અથવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને રીક્ષામાં બેસાડવામાં આવ્યો હતો એ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવી જતા પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અથવા પોલીસના જણાવ્યા અનુસાર બહુમાળી બિલ્ડિંગ પરથી પડી ગયેલો યુવાન ૨૬ વર્ષીય રાજ ભૂપેન્દ્ર પટેલ રામપુરા હીરા મોદીની શેરીમાં રહેતો હતો અને સુરતમાં જાણીતા વકીલને ત્યાં નોકરી કરતો હતો. યુવાનો અકસ્માતે પડી ગયો કે તેણે આપઘાત કર્યો છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. રાજ પટેલના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ બાદ જ તમામ હકીકત સામે આવશે.

નાનપુરા બહુમાળી બિલ્ડિંગના એ બ્લોગ પરથી પડીને મૃત્યુ પામેલા રાજ પટેલના મૃત્યુ પહેલાં પોતાના મિત્ર સાથે મોબાઇલ પર છેલ્લીવાર સાંજે મેસેજની આપ-લે કરી હતી. જ્યારે બહુમાળીના એ બિલ્ડિંગ પરથી તે 6.30થી 6.45 કલાક દરમિયાન પડયો હોઈ શકે છે. તેના મિત્રને મેસેજ આપ્યો હતો કે ભાઈ કૈલાસનગરમાં છું પાંચ મિનિટમાં આવું છું એ પછી તેના મિત્રે બપોરે 2.38 મિનિટ મેસેજ મોકલ્યો હતો કે રાજ ફોન તો ઉચક ક્યાં છે, તે પછી રાજ પટેલે સાંજે 4 કલાકે પોતાના મિત્રને લખ્યું હતું કે કોઈ મને બહુ માળીના ટેરેસ પર લઈ આવ્યું છે મારામાં કંઈ ઘુસી ગયું છે. મને બચાવવા આવ મારી પાસે 40 હજાર રૂપિયા રોકડા છે પેમેન્ટ લેવાનું હતું એ આવી ગયું છે. મારી પ્રગતિ એનાથી જોવાતી નથી એટલે મારામાં શું છે એવું કહે છે, જોકે પોલીસનું કહેવું છે કે રાજ સાઈકો અસરગ્રસ્ત બન્યો હોઈ શકે છે.
First published: September 6, 2019, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading