સુરતઃ પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ તેણીના ભત્રીજાનું કર્યું અપહરણ

News18 Gujarati
Updated: January 23, 2019, 1:17 PM IST
સુરતઃ પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ તેણીના ભત્રીજાનું કર્યું અપહરણ
પ્રતિકાત્મક તસવીર

કરણ ભૈયા નામનો યુપીવાસી યુવક વેફર અપાવવાના બહાને ઇલેશને ઉપાડી ગયો હતો.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરત

સુરતના ભરીમાતા રોડ ઉપર પાલિયા ગ્રાઉન્ડ તાપી નદીના કિનારે વસાહતમાં રહેતા રમુભાઇ નિનામા મજૂરી કામ કરે છે. મુળ દાહોદના વતની રમુભાઇનો પાંચ વર્ષનો દીકરો ઇલેશ મંગળવારે સવારે 11.30 વાગ્યે ઘર પાસે રમતો હતો ત્યારે નજીકમાં રહેતો કરણ ભૈયા નામનો યુપીવાસી યુવક વેફર અપાવવાના બહાને ઇલેશને ઉપાડી ગયો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચે ભૈયાની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ઇલેશનો કોઇ પત્તો નહીં લાગતા પરિવારજનોએ શોધખળ કરી હતી. બાળકોને પૂછતા કરણ ભૈયો ઇલેશને લઇ ગયો હોવાનું જણાતા કરણને કોલ કરાયો હતો. કરણ કોલ પણ રિસિવ કરતો ન હોવાથી ચિંતાચૂર પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી લાલગેટ પોલીસને સાથોસાથ ક્રાઇમબ્રાન્ચ પણ તપાસમાં જોતરાઇ હતી. આખરે સાંજના સુમારે પોલીસે કરણ ભૈયાને રેલવે સ્ટેશનથી પકડી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ-CCTV: વાતોમાં મશગુલ હતા...પણ કુદરતને તેમની આ મસ્તી કદાચ પસંદ નહીં હોય

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇલેશની વિધવા કાકી સાથે કરણ ભૈયાનું અફેર છે. ઇલેશની કાકી કરણ સાથે છેલ્લાં કેટલાંક દિવસથી બોલતી ન હોવાથી જેથી તેણીને પામવા માટે તેના ભત્રીજાનું અપહરણ કર્યું હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. આમ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથધરી છે.
First published: January 23, 2019, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading