સુરતઃ રોડ ધોવાતા બાઇક સાથે ખાડીમાં તણાયેલા યુવકની લાશ ત્રણ દિવસે મળી

સુરતના લાસકાણાથી ખોલવડ જતા માર્ગમાંથી પસાર થતી ખાડી 27 વર્ષનો યીયુષ વઘાસિયા નામનો યુવાન મોટરસાયકલ સાથે જ તણાયો હતો.

ankit patel
Updated: September 14, 2019, 7:56 AM IST
સુરતઃ રોડ ધોવાતા બાઇક સાથે ખાડીમાં તણાયેલા યુવકની લાશ ત્રણ દિવસે મળી
યુવકની તસવીર
ankit patel
Updated: September 14, 2019, 7:56 AM IST
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના લાસકાણાથી ખોલવડ જતા માર્ગમાંથી પસાર થતી ખાડી 27 વર્ષનો યીયુષ વઘાસિયા નામનો યુવાન મોટરસાયકલ સાથે જ તણાયો હતો. આ થયું હતું ખરાબ રસ્તાને કારણે . જેથી સ્થાનિલ લોકોએ પ્રશાસન સામે પોતાનો રોષ થલાવ્યો હતો . જોકે ત્રણ દિવસની શોધખોળ બાત આખરે પિયુસની બોડી ખાડી પાસેના જાંખર માથી મળી હતી.

સુરતના (surat)લાસકાણાથી ખોલવડ જતા રોડની મધ્યમાંથી એક ખાડી પસાર થાય છે. જે ખાડી પર હાલમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ (Monsoon)ચોમાસુ હોઈ હાલમાં બ્રિઝનું કામ બંધ છે . એવામાં સ્થાનિક લોકોએ બ્રિજની બાજુમાં એક જર્જરિત રસ્તાને રીપેર કરાવી ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો.

જેમાં 10 સપ્ટેમ્બરના રોજ ખોલવડ ગામ ખાતે રહેતો પીયૂસ વઘાસિયા પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ખરાબ રસ્તાનો કેટલો ખાડી પાસેનો ભાગ પાણીમાં ધોવાય જતા તે મોટરસાયકલ સાથે સ્લીપ થઈ સીધો ખાડીના વહેણમાં તણાયો હતો .

જેને સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં ફાયર વિભાગે તેની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. અને પ્રસાશનની બેદરકારીને કારણે આ ઘટના બની છે. ફાયર વિભાગની શોધખોળ 10 તારીખથી શરૂ કરી હતી. જેની લાશ આજે ત્રણ દિવસે મળી છે, જોવાનું રહ્યું કે હવે એ ખાડી પર બ્રિઝ કયારે બને છે. હાલતો સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...