Viral video : પોલીસનું જાહેરનામું હોવા છતાં સુરતમાં યુવકે તલવારથી કેક કાપી

News18 Gujarati
Updated: November 13, 2019, 6:25 PM IST
Viral video : પોલીસનું જાહેરનામું હોવા છતાં સુરતમાં યુવકે તલવારથી કેક કાપી
mack_1211 ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પરથી આ વીડિયો વાયરલ થયો છે.

મેક નામ લખેલી 5 કેક ઉપરાંત અન્ય બે કેક કાપતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘૂમ વાયરલ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં (surat City)માં પોલીસ દ્વારા (Police) જાહેરનામું (Notification) બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ જાહેરમાં બર્થ ડે સેલિબ્રિશેન (Birthday celebration) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં શહેરના એક યુવકના જન્મદિનની ઉજવણી જાહેરમાં તલવાર (sword)થી કેક કાપી (cake cutting) ઉજવણી કરાતી હોવાનો વીડિયો (Video) વાયરલ (Viral) થયો છે. દક્ષિણ ગુજરાતના સોશિયલ મીડિયમાં (Social media) આ વીડિયો હાલમાં તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઉજવણીમાં યુવક ઉઘના વિસ્તારમાં 'MACK' નામ લખેલી અલગ અલગ 5થી વધુ કેક કાપતો જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના આધારે સામે આવેલા વીડિયોમાં mack_1211 નામની પ્રોફાઇલ ધરાવતા યુવકને શુભકામનાઓ આપવામાં આવી છે. આ આઇ.ડી.ને ઇન્સ્ટાગ્રામ પર તપાસતા તેમાં માધવ સુરતી નામ લખેલું છે. આ આઇડી પર જે યુવાનના ફોટોગ્રાફ્સ છે તે ખૂબ જ રસપ્રદ છે. યુવક મોડેલિંગનો શોખીન હોય તેવું જણાય છે.

આ પણ વાંચો :  ફરી મગફળીકાંડ : 34 મંડળીઓએ મગફળી ખરીદી, 13 મંડળીનું પેમેન્ટ અટવાયું!

શુ છે જાહેરનામુ


સુરતના તત્કાલિન પોલીસ કમિશનર સતીશ શર્માએ મે મહિનામાં જાહેરનામું બહાર પાડી અને જાહેરમાં જન્મદિનની ઉજવણીનો પ્રતિબંધ મૂક્યો હતો જેના મુજબ રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
Loading...

First published: November 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com