સુરતઃ પત્ની તરીકે રાખીને યુવકે ત્યક્તાનું કર્યું વારંવાર શારીરિક શોષણ

News18 Gujarati
Updated: February 11, 2019, 9:16 AM IST
સુરતઃ પત્ની તરીકે રાખીને યુવકે ત્યક્તાનું કર્યું વારંવાર શારીરિક શોષણ
પ્રતિકાત્મક તસવીર

મોટી વેડની ત્યક્તાને લગ્નની લાલચ આપી ફોસલાવી સિંગણપોરના યુવકે શારીરિક શોષણ કર્યાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોંધાઇ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મોટી વેડની ત્યક્તાને લગ્નની લાલચ આપી ફોસલાવી સિંગણપોરના યુવકે શારીરિક શોષણ કર્યાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના મોટી વેડ ખાતે રહેતી 32 વર્ષીય મધુબહેન (નામ બદલ્યું છે.) સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે. મધુબેને પતિ સાથે છૂટાછેડા લઇ લીધા છે. દરમિયાન ઘરે વારંવાર આવતા મુકેશ મોહન કાકડિયાએ પરિચય કેળવી મધુબેન સાથે લગ્ન કરવાન ખાત્રી મુકેશે આપી હતી. દરમિયાન મુકેશે મધુબહેનનું શોષણ વારંવાર કર્યું હતું.

દરમિયાન મુકેશે મધુબેનની ઓળખ પોતાની પત્ની તરીકે જ આપતો પણ વિધિવત લગ્ન કરવાનું ટાળતો હતો. મધુબેને લગ્ન કરવાની વાત કરતાતો મુકેશ એલફેલ બોલી ચાલ્યો જતો હતો. મુકેશે એક વખત લગ્નના મામલે મધુબહેનને ઢોર માર મારી તરછોડી દીધી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ સાળી સાથે જીજાના અનૈતિક સંબંધો, સાઢુએ મિત્રો સાથે મળી પતાવી દીધો

મુકેશના માતા-પિતા અને ભાઇએ પણ મધુબહેન સાથે બેહૂદું વર્તન કરી મારઝૂડ કરી હતી. અને જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે મધુબેને ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે મુકેશ મોહનભાઇ કડિયા, તેમના પિતા મોહનભાઇ, માતા શાંતુબેન અને ભાઇ અલ્પેશ (તમામ રહે. હંશ રેસિડન્સી, સિંગણપોર કોઝવે રોડ) સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોંધી વધુ તપાસ હાથધી છે.
First published: February 11, 2019, 9:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading