સુરતઃ ઉંઘતા કારીગર ઉપર લાકડા વડે હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: July 5, 2019, 7:49 PM IST
સુરતઃ ઉંઘતા કારીગર ઉપર લાકડા વડે હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
કારીગર ઉપર હુમલો કરતા આરોપીની તસવીર

સુરત શહેરના માંગરોળમાં જી.આઇ.ડી.સીમાં આવેલી ટેક્સટાઇલમાં પાંચમા માળે કારીગરની લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરત શહેરના માંગરોળમાં જી.આઇ.ડી.સીમાં આવેલી ટેક્સટાઇલમાં પાંચમા માળે કારીગરની લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કારીગરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથધરી હતી. પોલીસે પ્રાથમિક સીસીટીવી તપાસતા જાણવા મળ્યું હતં કે, એક યુવકે સુતેલા કારીગર ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. સી.સી.ટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કોસંબા પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી જેલ ભેગો કરી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના માંગરોળના પીપોદરા ગામમાં પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલા શિવ ટેક્સટાઇલમાં પાંચમા માળે કારીગર ભીમ આનદા સ્વાઇ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કારીગરને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં કોસંબા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-ખેડૂતો આનંદોઃ આ વર્ષથી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કેળાના પાકનો સમાવેશ

પોલીસ પ્રાથમિક તપાસમાં શિવ ટેક્સટાઇલમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં પાંચમા માળે આવેલી ગેલેરીમાં ભીમ આનદા સ્વાઇ સુતો હતો ત્યારે એક યુવક ત્યાં આવે છે અને લાકડાના ફડકા મારવા લાગે છે. આરોપી માથના ભાગે અને શરીરના ભાગે ફટકા મારતા કારીગર લોહી લુહાણ થયો હતો. કોસંબા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને પકડીને જેલ ભેગો કર્યો હતો.
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर