ખંડણી ન આપતા વસીમ બીલ્લાએ યુવક ઉપર ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

News18 Gujarati
Updated: June 20, 2019, 9:04 PM IST
ખંડણી ન આપતા વસીમ બીલ્લાએ યુવક ઉપર ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો
હુમલામાં ઘાયલ યુવક

હિન્દી ફિલ્મોમાં સાઈડ રોલ ભજવી ચૂકેલ એવા માથાભારે વસીમ બીલ્લાનો સુરતમાં ફરી એક વખત આતંક જોવા મળ્યો છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ  હિન્દી ફિલ્મોમાં સાઈડ રોલ ભજવી ચૂકેલ એવા માથાભારે વસીમ બીલ્લાનો સુરતમાં ફરી એક વખત આતંક જોવા મળ્યો છે. જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ યુવક પાસે વસીમ બીલ્લા દ્વારા રૂપિયા વીસ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જ્યાં ખંડણી આપવાનીના પાડતા વસીમ બીલ્લા દ્વારા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વસીમ બીલ્લાની દબંગગીરીઓ કેદ થઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને સુરત ની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.જ્યાં તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે.ઘટના અંગે વરાછા પોલીસે વસીમ બીલ્લા સહિત અન્ય ચાર લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

સુરતમાં માથાભારે તરીકેની છાપ ધરાવતા વસીમ બીલ્લા આણી ટોળકી સામે અલગ અલગ પોલીસ મથકોમાં ખંડણી, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિત અનેક ગુના નોંધાય ચુક્યા છે. દરમિયાન વસીમ બીલ્લાનો ફરી એક વખત આતંક જોવા મળ્યો છે. સુરતના વરાછા સ્થિત બોમ્બે માર્કેટની પાર્કિંગવાળી જગ્યા પર મળસ્કેના ચાર વાગ્યાની આસપાસ યુસુફ બીડી નામના યુવક ઉપર વસીમ બીલ્લા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો.

ઇજાગ્રસ્ત યુસુફ બીડી જમીનના ધંધા સાથે સંકળાયેલ છે.." તેરા ધંધા અચ્છા ચલ રહા હે,બિસ લાખ દેના પડેગા " તેવી ધમકી વસીમ બીલ્લા દ્વારા યુવકને આપવામાં આવી હતી. જ્યાં વિસ લાખની ખંડણી આપવાનો ઇન્કાર કરતા યુસુફ બીડી પર આ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકને સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વસીમ બીલ્લાની દબંગગીરી પણ કેદ થવા પામી છે. ઘટના અંગે વરાછા પોલીસે વસીમ બીલ્લા સહિત અન્ય ચાર લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામા આવી છે.

આ પણ વાંચોઃ-યુવક સાથે અર્ધનગ્ન ફોટા પાડી કરાતો હતો બ્લેકમેઇલ, મહિલા વકીલ સહિત ત્રણ સામે ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે વસીમ બીલ્લો હિન્દી ફિલ્મો માં સાઈડ રોલ કરી ચુક્યો છે.પરંતુ વસીમ બીલ્લાની રિયલ લાઈફ માં પણ એટલી જ ગુંડાગારડી પણ જોવા મળી રહી છે.વસીમ બીલ્લા પર સુરત ના સલાબતપુરા ,ઉમરા,સહિત મહિધરપુરા પોલીસ મથકમાં વસીમ બીલ્લા સામે અનેક ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે.જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે.જ્યારે સુરત પોલીસ દ્વારા તેને એક વર્ષ માટે સુરત બહાર તડીપાર પણ કર્યા હોવાનું જાણવા મળે છે.જો કે વરાછા પોલીસ દ્વારા હાલ તો વસીમ બીલ્લા આણી ટોળકી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
First published: June 20, 2019, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading