સુરતઃ પુત્રના લગ્ન માટે યુવતી શોધવા જતા વૃદ્ધને મળ્યું મોત, બે યુવકોની ધરપકડ

News18 Gujarati
Updated: August 25, 2019, 10:18 PM IST
સુરતઃ પુત્રના લગ્ન માટે યુવતી શોધવા જતા વૃદ્ધને મળ્યું મોત, બે યુવકોની ધરપકડ
પકડાયેલો આરોપી

65 વર્ષીય ગુણવંત કરકર ગત 15મી ઓગસ્ટથી ગૂમ થઈ ગયા હતા જેમની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં પુત્રને લગ્ન માટે કન્યા બતાવવાનું જણાવી એક વૃદ્ધને લૂંટી લેવાના ઇરાદે ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધની લાશ પાસોદરા ગામની સિમમાં ફેંકી દેવામાં આવી હતી. 10 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત વરાછા વિસ્તારમાં 10 દિવસ અગાઉ ગૂમ થયેલા વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરત પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરતાં હત્યા સુધી મામલો પહોંચ્યો છે. 65 વર્ષીય ગુણવંત કરકર ગત 15મી ઓગસ્ટથી ગૂમ થઈ ગયા હતાં. જેથી પોલીસમાં તેમના પરિવારજનો એ ગૂમ થયાની અરજી આપી હતી. આ અંગે પોલીસે તપાસ આદરીને બે યુવકોને ઝડપી લીધા હતાં. જેમાં તેમણે રૂપિયાની લૂંટના ઈરાદે હત્યા કરી હતી. જો કે વૃદ્ધ પાસેથી ખાસ કંઈ રૂપિયા મળ્યા ન્હોતા અને બાદમાં વૃદ્ધના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો.

વરાછા પોલીસ અને મૃતક ગુણવંત ભાઈના સગાઓના જણાવ્યા અનુસાર હત્યા કરાયેલા ગુણવંત ભાઈના પત્નીનું અવસાન થયા બાદ તેઓ સુરતમાં પુત્રોની સાથે રહેતા હતા. એક પુત્રના લગ્ન બાકી હતા અને આ વાત તેમને કાપોદ્રા વિસ્તારમાં જ્યાં તેમની બેઠક હતી ત્યાં કેટલાક લોકોને કરી હતી. આ સમયે ત્યાં બેસી રહેતા શૈલેષ સોલંકી અને હિંમત ચુડાસમાએ સાંભળી લીધી હતી. આથી ગુણવંતભાઈ પાસેથી રૂપિયા મળી રહેશે એવી લાલચ જાગી હતી.

આ પણ વાંચોઃ-Video: સુરતમાં લોકોએ કથિત ચોરને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો

બંને આરોપીઓએ ગુણવંતભાઈને પાસોદરામાં પોતાના કુટુંબમાં છોકરી હોવાની વાત કરી પાસોદરા લઈ ગયા હતા. શેરડીના ખેતરમાં શૈલેષ અને હિમતે ગુણવંતભાઈને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતા. પરંતુ ગુણવંતભાઈ પાસેથી કોઈ મોટી રકમ મળી નહતી. આરોપી શૈલેષ ગુણવંતભાઈની હત્યા કરી ભાવનગર પોતાના વતન નાસી ગયો હતો.
First published: August 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading