Home /News /south-gujarat /સુરત : યુનિવર્સિટીમાં યુવકે મહિલા વૉશરૂમમાં વિદ્યાર્થિનીનો વીડિયો ઉતારતા હંગામો

સુરત : યુનિવર્સિટીમાં યુવકે મહિલા વૉશરૂમમાં વિદ્યાર્થિનીનો વીડિયો ઉતારતા હંગામો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, યુવતીએ જોયું તો અજાણ્યો યુવક મહિલા ટોઇલેટના પાછળના ભાગથી વીડિયો ઉતારી રહ્યો હતો, પોલીસે યુવકની ધરપકડ કરી.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, યુવતીએ જોયું તો અજાણ્યો યુવક મહિલા ટોઇલેટના પાછળના ભાગથી વીડિયો ઉતારી રહ્યો હતો, પોલીસે યુવકની ધરપકડ કરી.

    સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં બનેલી એક ઘટનાથી ચકચાર મચા જવા પામી છે. અહીં યુનિર્વિસિટીમાં અભ્યાસ ન કરતા હોય તેવા એક વિદ્યાર્થીએ મહિલા બાથરૂમમાં મોબાઈલ વડે વીડિયો બનાવ્યો હતો. આ મામલે હંગામો મચતાં સમગ્ર પ્રકરણમાં એક દિવસ બાદ મંગળવારે યુવતીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શંકાના આધારે વિદ્યાર્થીની અટક કરી પૂછપરછ કરવામાં આવી છે, તેમજ તેનો મોબાઇલ કબજે લઇ એફએસએલમાં મોકલવાની પ્રક્રિયા ધરવામાં આવી છે.

    સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જીવ વિજ્ઞાન વિભાગમાં ભણતી યુવતીનો બાથરૂમમાં વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થી મહિલા ટોઇલેટના યુવતીઓના વીડિયો ઉતારતો હતો.

    આ પણ વાંચો : ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખની દીકરીએ સાસરિયાનાં ત્રાસથી આપઘાત કર્યો

    અહીં પુરૂષ અને મહિલા ટોઇલેટ વચ્ચે માત્ર એક જ દીવાલ છે. સોમવારે બપોરે 1 વાગ્યાના સુમારે મહિલા વૉશરૂમથી નીકળી ત્યારે પાછળના ભાગે જોતાં બોયઝ વૉશરૂમની દીવાલ પરથી કોઇ માણસનો હાથ અને તેના હાથમાં લાલ રંગનો મોબાઇલ દેખાયો હતો. વિદ્યાર્થિનીએ બહાર આવીને જોયું તો એક છોકરો બહાર નીકળી ફટાફટ ત્યાંથી ભાગી ગયો હતો.

    આ મામલે વિધાર્થિનીએ વિભાગીય વડાને ફરિયાદ કરતા વિભાગના વડાએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન 19 વર્ષીય અનુરાગ શ્રીવાસ્તવ નામના યુવકની ઓળખ થઈ હતી. તપાસમાં દરમિયાન અનુરાગે પોતાના મોબાઇલમાં રહેલા એક ફોલ્ડરનો પીન કોડ આપ્યો ન હતો. આ મુદ્દે રાત સુધી પૂછપરછ છતાં વિદ્યાર્થીએ મોબાઇલ આપ્યો ન હતો. આ બાબતે યુવતીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી મોબાઈલ કબજે લીધો હતો.

    યુવકના મોબાઈલમાંથી પોલીસને કેટલાક પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે. ઉમરા પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ IPC 354 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો