કિર્તેશ પટેલ, સુરતઃ વિદ્યાર્થીઓ સાથે એડમિશનને લઇને અનેક વખત છેતરપિંડી થતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. વિદ્યાર્થીઓને એડમિશન આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 50થી વધારે વિદ્યાર્થીઓ સાથે સ્કૂલોમાં એડમિશન આપવાના બહાને વિદ્યાર્થીઓ પાસે 40 લાખથી વધારે છેતરપિંડી આચરી હતી. જેના પગલે વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રતિન ડાવરિયા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
વરાછા પોલીસે આજે રવિવારે પ્રતિન ડાવરિયાને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી. મળતી માહિતી પ્રમાણે પ્રતિન ડાવરિયા ઓસ્ટ્રેલિયામાં પણ મની કોન્ટ્રી કેશમાં પકડાઇ ચૂક્યો છે.