સુરત: બોમ્બે કાપડ માર્કેટમાં બુટ ચપ્પલ ચોરોનો આંતક, વીડિયોમાં જુઓ કેવી ચપળતાથી કરે છે ચોરી

સુરત: બોમ્બે કાપડ માર્કેટમાં બુટ ચપ્પલ ચોરોનો આંતક, વીડિયોમાં જુઓ કેવી ચપળતાથી કરે છે ચોરી
વાયરલ વીડિયોની તસવીર

માર્કેટમાં ચોરી કરવા આવતા ચોર પહેલા રેકી કર્યા બાદ ચોરી કરતા હોય છે તે ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ શહેરમાં આમતો કાપડ મર્કટ મોટા પ્રમાણમાં આવી છે તારે અનેક લોકો આ માર્કેટલા ખરીદી કરવા આવતા હોય છે. જેમાં મહિલા સાથે અનેક વેપારી બહાર ગામથી આવતા હોય છે ત્યારે આવી માર્કેટમાં આવતા ગ્રાહકો અને વેપારીના ચંપલ ચોરીની (Shoe slippers thief) દરરોજ અનેક ઘટના બને છે ત્યારે માર્કેટમાં ચોરી કરવા આવતા ચોર પહેલા રેકી કર્યા બાદ ચોરી કરતા હોય છે તે ઘટના સીસીટીવીમાં કેદ (CCTV footage) થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (video viral) થયા છે.

સુરતમાં અનેક પ્રકારરના વેપાર લોકો કરતા હોય છે ત્યારે આમાંનો એક વેપાર છે કાપડ માર્કેટમાં આવતા ગ્રાહકોના બુટ ચંપલ ચોરી કરી તેનું વેચાણ કરી મહિને લખો રૂપિયા કામની કરવામાં આવે છે. જોકે અહીંયા અનેક કાપડ માર્કેટ આવી છે. અહિયાંથી દરરોજ અનેક લોકોના બુટ અને ચપલ ચોરી ની સતત ઘટના સમયે આવે છે.જોકે સુરતમાં આવેલ પુણા-ઉમરવાડામાં આવેલી બોમ્બે માર્કેટમાં બુટ ચપ્પલ સતત ચોરી ફરિયાદ સામે આવે છે. આ માર્કેટમાં મોટા પ્રમાણમાં મહિલા સાડી લેવા આવે છે. જોકે અહીંયા બહાર ગામથી પણ મોટા પ્રમાણમાં વેપારી આવતા હોય છે .જેણે લઈને અહીંયા ચોર દરરોજ પોતાનો કસબ અજમાવતા હોય છે.

આ પણ વાંચોઃ-

જોકે અહીં માર્કેટમાં ચોરી કરવા આવેલા ચોર માર્કેટના સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે મોઢે માસ્ક પહેરેલા ઈસમો પહેલા દુકાનની બહાર રેકી કરી છે. બે પૈકીનો એક ઇસમ દુકાનની સામે બેસે છે. અને અન્ય ઇસમ રેકી કરી ચપળતા પૂર્વક બુટને ખસેડી બીજા ઇસમ પાસે મૂકી દે છે.

ત્યારબાદ બીજો ઇસમ તે બુટને કાગળ લપેટી થેલીમાં મૂકી ત્યાથી ફરાર થઇ જાય છે. જોકે ચોરીથી વેપારી પણ પરેશાન થઇ ગયા છે. સતત ચોરીની ફરિયાદ બાદ આ ચોર પોલીસ પકડથી દૂર છે.ત્યારે આજે ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થી જતા આ ઈસમોને પકડી પાડવા માટે માર્કેટના વેપારી દ્વારા આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
Published by:ankit patel
First published:January 01, 2021, 21:30 pm

ટૉપ ન્યૂઝ