Home /News /south-gujarat /

સુરત: ક્લાર્કે પૂરપાટ ઝડપે દોડાવી ટ્રેન, પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા

સુરત: ક્લાર્કે પૂરપાટ ઝડપે દોડાવી ટ્રેન, પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા

કલાર્ક ટ્રેન ચલાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો

ક્લાર્કે લગભગ 10 મિનિટ સુધી ટ્રેન ચલાવી હતી, ટ્રેન ચલાવવાનો વીડિયો સામે આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો

    ન્યૂઝ18 ગુજરાતી: રેલવેના બુકિંગ ક્લાર્કે ટ્રેન ચલાવી યાત્રીઓના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ કલાર્ક ટ્રેન ચલાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જેની તપાસ કરતાં વીડિયો બાયપાસ ટ્રેનનો હોવાનું સામે આવ્યું હતું.

    સુરતમાં બાયપાસ ટ્રેન તાપ્તી લાઇન પરથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન રેલવેના બુકિંગ ક્લાર્કે લગભગ 60 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી હતી. આ ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. આટલું જ નહીં. ક્લાર્કે લગભગ 10 મિનિટ સુધી ટ્રેન ચલાવી હતી. ટ્રેન ચલાવવાનો વીડિયો સામે આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.


    ટ્રેનના એન્જિનમાં લોકો પાયલટની સાથે આ રેલવે બુકિંગ ક્લાર્ક પણ હતો. દરમિયાનમાં જ ક્લાર્કે ટ્રેન ચલાવી હતી. જોકે, નિયમ મુજબ એન્જિનમાં લોકો પાયલટ સિવાય કોઇ પણ વ્યક્તિ બેસી ન શકે.

    આ પણ વાંચો: અમદાવાદઃ પાલડીમાં 50 વર્ષ જૂનું શંકર ભગવાનનું મંદિર તોડી પડાયું, સ્થાનિકોમાં આક્રોશ

    જોકે, આ ટ્રેન ચલાવવાનો વીડિયો સામે આવતાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન ચલાવનાર ક્લાર્કનું નામ રવિન્દ્ર મોરે છે અને તે અઠવાગેટ રિઝર્વેશન સેન્ટરનો બુકિંગ ક્લાર્ક છે. આ મામલે રેલવેએ તપાસ શરુ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Booking clerk, Passenger train, Run, Video viral, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन