સુરતઃ ભારે વાહનો સામે કાર્યવાહીની માંગ સાથે યુવકો પહોંચ્યા કલેક્ટર ઓફિસ

News18 Gujarati
Updated: May 14, 2019, 5:07 PM IST
સુરતઃ ભારે વાહનો સામે કાર્યવાહીની માંગ સાથે યુવકો પહોંચ્યા કલેક્ટર ઓફિસ
સુરતમાં મૃતક વૃદ્ધાની તસવીર

તાજેતરમાં સુરતના પ્રાઇમ માર્કેટ સામે લટકતા વાયરમાં ફસાયા બાદ નીચે પટકાયેલા વૃદ્ધા ઉપર લક્ઝરી બસ ફરીવળી હતી.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ તાજેતરમાં સુરતના પ્રાઇમ માર્કેટ સામે લટકતા વાયરમાં ફસાયા બાદ નીચે પટકાયેલા વૃદ્ધા ઉપર લક્ઝરી બસ ફરીવળી હતી. જેના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે યુવકોમાં રોષ ફેલાયો છે. અને આજે મંગળવારે યુવકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વી વોન્ટ જસ્ટિસના બેનરો સાથે ભારે વાહનો સામે પગલાં લેવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતના અડાજણ વિસ્તારમાં ગત 9 તારીખે સવારના સમયે વૃદ્ધા એક્ટિવા ઉપર જઇ રહ્યા હતા. ત્યારે રોડની બાજુમાં લટકતા નકામાં વાયરોમાં ફસાયા હતા. અને તેઓ રોડ ઉપર પટકાતા હતા. રોડ ઉપર પટકાવાની સાથે જ લક્ઝરી બસે તેમને ટક્કર મારી હતી. જેના પગલે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અંગે મૃતકના પરિવારજનઓએ અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જેમાં જાહેરનામાનો ભંગ કરી ભારે વાહનો શહેરમાં પ્રવેશે છે અને વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા યુવકો ભારે વાહનો સામે પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

વી વોન્ટ જસ્ટિસના બેનરો સાથે યુવકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારે વાહનો ઉપર અને લક્ઝરીબસના સંચાલક અને ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com